નવી મુશ્કેલીમાં સંજય રાઉત, આ કેસમાં કોર્ટે જાહેર કર્યું બિનજામીનપાત્ર વોરંટ

મુંબઇની એક કોર્ટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરિટ સોમૈયાની પત્ની મેઘા સોમૈયાની માનહાનિની એક ફરિયાદની સુનાવણીમાં ભાગ ન લેવા માટે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉત વિરુદ્ધ શુક્રવારે નોન-બેઇલેબલ વોરંટ જાહેર કર્યું છે. મેઘા સોમૈયાએ સંજય રાઉત વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. શિવડી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ફરિયાદકર્તાનું નિવેદન નોંધ્યા બાદ વોરંટ જાહેર કર્યું અને કેસની આગામી સુનાવણી માટે 24 જાન્યુઆરીની તારીખ આપી છે.

મેઘા સોમૈયાના વકીલે કહ્યું કે, કોર્ટના આદેશ છતા સંજય રાઉત ઉપસ્થિત ન થયા. જુલાઇ 2022માં મઝગાંવમાં મેટ્રોપોલિયન કોર્ટે સંજય રાઉત વિરુદ્ધ બેઇલેબલ વોરંટ જાહેર કર્યું હતું. મેઘા સોમૈયાએ એવો દાવો કરતા કોર્ટમાં જવાનો નિર્ણય લીધો હતો કે, સંજય રાઉતે નિરાધાર અને અપમાનજનક આરોપ લગાવ્યા છે કે તેણે અને તેના પતિએ મુંબઇ નજીક ભાયંદર વિસ્તારમાં સાર્વજનિક શૌચાલય નિર્માણ અને દેખરેખમાં 100 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.

સોમૈયાના વકીલોએ સંજય રાઉત વિરુદ્ધ નોન-બેઇલેબલ વોરંટ જાહેર કરવાની અરજી દાખલ કરી હતી. કોર્ટે તેનો સ્વીકાર કરતા નોન-બેઇલેબલ વોરંટ જાહેર કરી દીધો છે. તો સંજય રાઉત તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, તેઓ એ જાણવા માગે છે કે શું સંજય રાઉત આજે જ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે અને નોન-બેઇલેબલ વોરંટ રદ્દ કરાવશે. રિપોર્ટ મુજબ મેઘા સોમૈયા જ્યારે મેજિસ્ટ્રેટ સામે ઉપસ્થિત થઇ, એ દરમિયાન કિરિટ સોમૈયા પણ ઉપસ્થિત હતા. તેમણે કહ્યું કે, સંજય રાઉતે તેમના પર કરોડો રૂપિયાના શૌચાલય કૌભાંડનો ખોટો આરોપ લગાવીને બદનામ કર્યા છે. મેઘા મુંબઇમાં રુઇયા કોલેજમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રોફેસર છે. તેમણે રાઉત વિરુદ્ધ કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધાવ્યો છે.

શિવસેનાના સંસદ હાલમાં જ પાત્રા ચોલ કૌભાંડ કેસમાં જેલ જઇને બહાર આવ્યા હતા. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક્શન બાદ ઑગસ્ટ 2022માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. પાત્રા ચોલ કૌભાંડ કેસમાં હાલમાં જ મુક્ત થયા હતા શિવસેનાના સંસદ. તેમના પર ગોરેગાંવ સ્થિત ચોલના પુનર્વિકાસ કાર્યમાં આર્થિક અનિયમિતતાઓના આરોપ લાગ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે, તેમણે પ્રવીણ રાઉત નામના વચેટિયાની મદદથી રૂપિયા હાંસલ કર્યા હતા.

28 જૂન 2022માં સંજય રાઉતને આ અંગે પૂછપરછ માટે EDએ સમન્સ પાઠવ્યા હતા. 1 ઑગસ્ટના રોજ ધરપકડ થયા બાદ જ તેમને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા, ખાસ વાત છે કે આ જ જેલમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ અને પૂર્વ મંત્રી નવાબ મલિક પણ બંધ હતા. કેન્દ્રીય તપાસ એજન્સીએ રાજ્યસભાના સાંસદની પત્ની વર્ષા રાઉતને પણ પૂછપરછ માટે બોલાવી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.