જાણો અમેરિકામાં કેર મચાવનાર કોરોનાના XBB.1.5 વેરિયન્ટના દેશમાં કેટલા કેસ

PC: livemint.com

અમેરિકામાં કોરોના વાયરસના કેસોમાં તેજી માટે જવાબદાર કોરોના વાયરસના XBB.1.5 વેરિયન્ટના કેસોની સંખ્યા ભારતમાં 26 થઇ ગઇ છે. ઇન્ડિયા સાર્સ કોવ-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના આંકડાઓથી આ જાણકારી મળી છે. INSACOGએ સોમવારે (16 જાન્યુઆરીના રોજ) કહ્યું કે, XBB.1.5 વેરિયન્ટના કેસ અત્યાર સુધી 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મળ્યા છે, જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સામેલ છે. INSACOG સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ એક મંચ છે, જેને 30 ડિસેમ્બર 2020ના રોજ સ્થાપિત કરવામાં આવ્યું હતું. તે દેશમાં જીનોમ સિક્વેન્સિંગ અને કોરોનાના સર્ક્યૂલેટિંગ સ્ટેટના વાયરસ વેરિયન્ટની સ્ટડી અને મોનિટરિંગ કરે છે.

XBB.1.5 વેરિયન્ટ ઓમીક્રોનના XBB વેરિયન્ટનો એક રિલેટિવ છે, જે ઓમીક્રોન BA.2.10.1 અને BA.2.75 સબ વેરિયન્ટનો હિસ્સો છે. XBB અને XBB.1.5 વેરિયન્ટના અમેરિકામાં 44 ટકા કેસ છે. INSACOG ડેટાએ એ પણ જણાવ્યું છે કે, અત્યાર સુધી ભારતમાં BF.7 વેરિયન્ટના પણ 14 કેસ મળ્યા છે. આ વેરિયન્ટે ચીનમાં કેર વર્તાવી રાખ્યો છે. ઓમીક્રોન સબ વેરિયન્ટ BF.7ના પશ્ચિમ બંગાળમાં 4, મહારાષ્ટ્રમાં 3, હરિયાણા અને ગુજરાતમાં 2-2 અને ઓરિસ્સા, દિલ્હી અને કર્ણાટકમાં 1-1 કેસ સામે આવ્યા છે.

INSACOGએ ભારતમાં આવનાર આંતરરાષ્ટ્રીય મુસાફરોના નમૂનાઓના અનુક્રમણના માધ્યમથી આખા દેશમાં સાર્સ-કોવ-3ની જિનોમિક દેખરેખનો રિપોર્ટ આપ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સોમવારના આંકડાઓ મુજબ 24 કલાકમાં 114 નવા કોરોનાના કેસ મળ્યા છે. તો સક્રિય કેસ ઘટીને 2,119 થઇ ગયા છે. દેશમાં કુલ કેસોની સંખ્યા 4.46 કરોડ (4,46,81,154) છે. સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોઇ પણ કોરોનાથી સંબંધિત મોતની જાણકારી મળી નથી. કોરોનાથી અત્યાર સુધી મૃત્ય પામનારા લોકોની સંખ્યા 5 લાખ 30 હજાર 726 છે, જ્યારે મૃત્યદર 1.19 ટકા નોંધાયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, કોરોનાથી સારા થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. અત્યાર સુધી 4,41,48,309 લોકો કોરોનાથી સારા થઇ ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ભારતમાં કોરોના હવે ધીરે-ધીરે સમાપ્ત થવા પર પહોંચી ગયો છે. છેલ્લા એક મહિનામાં કોરોનાના ગ્રાફમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારની તુલનામાં સોમવારે ફરી એક વખત કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 114 કેસ સામે આવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp