આ રાજ્યમાં હવે શરાબ પર લાગશે 'કાઉ સેસ', દરેક બોટલ પર 10 રૂપિયા વસુલાશે

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે સત્તા મેળવ્યા પછી પહેલું બજેટ રજૂ કર્યું હતું. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટની જાહેરાત કરતા કહ્યું કે હવે રાજ્યમાં શરાબ પર  Cow Cess લગાવવામાં આવશે. દરેક બોટલ પર 10 રૂપિયા વસુલવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આને કારણે સરકારને 100 કરોડ રૂપિયાની વધારાની આવક થશે. દેશના અલગ અલગ રાજ્યોમાં આવો Cow Cess અમલમાં છે જેનો ઉપયોગ રસ્તા પર રખડતી ગાયોને હટાવવા અને તેમની દેખભાળ રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અલગ અલગ રાજ્યોમાં 2 રૂપિયાથી માંડીને 20 રૂપિયા સુધીનો Cow Cess લેવામાં આવે છે.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહે શુક્રવારે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે દારૂ પર Cow Cess લગાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ કે, હવેથી રાજ્યમાં શરાબની દરેક બોટલ પર 10 રૂપિયા Cow Cess આપવો પડશે.

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂ પાસે નાણાં મંત્રાલયની જવાબદારી પણ છે. તેમણે બજેટની રજૂઆત કરતા કહ્યું કે, આ બજેટ એ માત્ર ઔપચારિક બજેટ નથી, પરંતુ પ્રદેશને એક નવી દિશા આપનારું બજેટ હશે. તેમણે કહ્યું કે ચાર્જિસ સ્ટેશન સ્થાપવા માટે સરકાર 50 ટકા ગ્રાન્ટ આપશે.

મુખ્યમંત્રીએ બજેટમાં જે જાહેરાતો કરી છે તેના મુખ્ય મુદ્દા જોઇએ તો હરિયાણા રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશની 1500 ડીઝલ બસોને તબક્કા વાર રીતે ઇલેક્ટ્રીક બસોમાં રૂપાંતરિત કરવામાં આવશે, પરવાણુ, નાલાગઢ, ઉના હમીરપુર, નૂરપૂર, પાવંટા- નહાન શિમલા, શિમલા- બિલાસપુર હમીરપુર-ચંબા,મંડી-પઠાણકોટ, મનાલી-કેલોંગ નેશનલ હાઇવેને ગ્રીન કોરિડાર તરીકે વિકસાવવામાં આવશે, દરેક જિલ્લામાં બે પંચાયતોને ગ્રીન પંચાયત તરીકે ડેવલપ કરવામાં આવશે, યુવાનોને 200 કિલોવોટ સુધીના 100 પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે 40 ટા સબસિડી આપવામાં આવશે.

હિમાચલના મુખ્યમંત્રીએ શિમલાની પાસે જાઠિયા દેવીમાં નવું શહેર વસાવવાની જાહેરાત કરીને બજેટમાં તેના  DPR બનાવવા માટે 1373 કરોડ રૂપિયાની ફાળવણી કરી. હિમાચલ પ્રદેશમાં 75 વર્ષથી કોઇ નવું શહેર વસ્યું નથી.

 મુખ્યમંત્રીએ બજેટની જાહેરાતમાં કહ્યું કે,રાજ્યમાં યુવાનોની રોજગારી વધારવા માટે મુખ્યમંત્રી રોજગાર સંકલ્પ યોજના શરૂ કરવામાં આવશે, હિમાચલ પ્રદેશના યુવાનો માટે યોગ્ય પ્લેસમેન્ટની સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ, આ સાથે શ્રમ અને રોજગાર વિભાગ યુવાનોને વિદેશમાં રોજગારી ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે. વિદેશમાં ભારતના દૂતાવાસોનો સંપર્ક કરીને નોકરીઓ પૂરી પાડશે અને વિદેશમાં રહેતા ભારતીયોનો સંપર્ક કરીને રોજગારમાં મદદ કરશે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.