26th January selfie contest

ગાયે સિંહ જેવા વાછરડાને આપ્યો જન્મ, જડબું અને પંજા જોઈને લોકો હેરાન

PC: twitter.com/Live_Hindustan

પ્રકૃતિના ખેલ પણ નિરાળા હોય છે. પ્રકૃતિ ક્યારેક ક્યારેક એવા નજારા દેખાડે છે, જે બધામાં કુતૂહલ ઉત્પન્ન કરી દે છે. મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં ગાયે સિંહ જેવા દેખાતા વાછરડાને જન્મ આપ્યો હતો. આ બાબતે જેવી જ વિસ્તારના લોકોને ખબર પડી તો સનસની મચી ગઈ. લોકોની ભીડ અનોખા વાછરડાને જોવા માટે બેગમગંજ તાલુકાના ગામ ગોરખા પહોંચવા લાગી.

ઘણા લોકોએ તે કુદરતનો ચમત્કાર કહ્યો, તો પશુ ચિકિત્સકોએ તેને ગર્ભાશયનો દોષ બતાવ્યો. રિપોર્ટ્સ મુજબ, આ ઘટના રાયસેન જિલ્લાના બેગમગંજના ગોરખા ગામની છે. અહીં ખેડૂત નથ્થુલાલ શિલ્પકારની ગાયે સિંહ જેવા દેખાતા વાછરડાને જન્મ આપ્ય છે. લોકોને જ્યારે આ બાબતે ખબર પડી તો તરત જ જોવા પહોંચી ગયા. ઘણા લોકો તેને કુદરતનો ચમત્કાર કહી રહ્યા છે. આ ઘટનાને લઈને પશુ ચિકિત્સકોનો નજરિયો અલગ છે.

પશુ ચિકિત્સક એન.કે. તિવારી તેને ગર્ભાશયનો દોષ બતાવી રહ્યા છે. તો ગાયે જે વાછરડાને જન્મ આપ્યો છે, જન્મના અડધા કલાક બાદ જ તેનું મોત થઈ ગયું. ગાય પૂરી રીતે સ્વસ્થ છે. કેટલાક જાણકાર તેને રિસર્ચનો વિષય બતાવી રહ્યા છે. સિંહ જેવા દેખાતા વાછરડાને જોવા માટે ગોરખા ગામના અંતરિયાળ લોકો મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા. આ અગાઉ રાજધાની ભોપાલના મોટા તળાવમાં એક અજીબ પ્રકારની માછલી મળી હતી.

જે ભોપાલ શું આખા દેશમાં ક્યાંય જોવા મળતી નથી. ભોપાલના ખાનૂગામના રહેવાસી અનસ ખાનને ગામ નજીક આવેલા તળાવના કિનારે માછલી પકડી હતી. આ દરમિયાન તેના કાંટામાં એક માછલી ફસાઈ ગઈ, જે અન્ય માછલીઓ એકદમ અલગ હતી. જેનું મોઢું દેખાવમાં મગર જેવું અને બાકી શરીર માછલી જેવુ દેખાતું હતું. જ્યારે આ બાબતે વિશેષજ્ઞો સાથે વાત કરવામાં આવી તો માછલીનું નામ એલિગેટર ગાર બતાવ્યું હતું. જાણકારોએ કહ્યું હતું કે, માછલી અમેરિકામાં જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp