વંદેભારત 160 કિમીની સ્પીડે જતી હતી, ટ્રેક પર ગાયને જોતા મારી બ્રેક, પીએમ મોદી..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલથી વર્ચુઅલ વંદે ભારત ટ્રેનનું રાંચીમાં ઉદઘાટન કરવાના હતા. પટનાથી રાંચી જઇ રહેલી વંદે ભારત ટ્રેનના ડ્રાઇવરને અચાનક બ્રેક મારવી પડી હતી, કારણકે ટ્રેક પર ગાય શાંતિથી મહાલી રહી હતી.
બિહારના પટનામાં વંદે ભારત એક્સ્પ્રેસ 160 કિ.મીની ઝડપે જઇ રહી હતી ત્યારે અચાનક ટ્રેનને બ્રેક મારવાની ફરજ પડી હતી. જેને કારણે મોટી દુર્ઘટના થતી અટકી ગઇ હતી.
પટના રાંચી વંદે ભારત એક્સપ્રેસની સ્પીડ પર ગાયે બ્રેક લગાવી. વંદે ભારત એક્સપ્રેસ રાંચીથી પટના આવી રહી હતી ત્યારે એક ગાય રેલવે ટ્રેક પર આવી હતી. સમય જતાં, ડ્રાઇવરે બ્રેક લગાવી, જે પછી રેલ્વેકર્મીઓએ રેલ્વે ટ્રેક પર જઈને ગાયને હટાલી હતી, ત્યારબાદ ટ્રેન ત્યાંથી પસાર થઈ શકી હતી.
બિહારની રાજધાની પટનાથી રાંચી જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ, જેનું આજે ઉદઘાટન થવાનું છે, તેની સ્પીડને એક ગાયે રોકી દીધી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલથી રાંચી પટના વંદે ભારત એક્સપ્રેસનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કરશે. સોમવારે વંદે ભારત પટનાથી રાંચી જઈ રહી હતી. બરકાકાના રેલવે સ્ટેશનથી ટ્રેન શરૂ થયા બાદ ટ્રેન થોડી આગળ વધી હતી કે એક ગાય રેલવે ટ્રેક પર આવી અને ટ્રેનની સ્પીડ પર બ્રેક લગાવી દેવામાં આવી હતી.
જો કે ડ્રાઇવરની સમયસૂકતા કામ કરી ગઇ હતી. ગાયને ટ્રેક પર ફરતા જોઇને ડ્રાઇવરે બ્રેક મારી દીધી હતી. વંદે ભારત ટ્રેન પશુઓ સાથે ટકરાવવાની અનેક ઘટનાઓ આ પહેલાં પણ સામે આવી છે.ડ્રાઇવરે સમયસર બ્રેક મારીને મોટી દુર્ઘટના ટાળી દીધી હતી.
જાણવા મળેલી વિગત મુજબ, વંદે ભારતના 4 કર્મચારીઓએ ટ્રેનમાંથી નીચે ઉતરીને ગાયને પાટા પરથી હટાવી હતી. જ્યાં આ ઘટના બની તે પર્વતની વચ્ચેથી રેલવે ટ્રેક પસાર થઈ રહ્યો છે. જે જગ્યાએ ગાય હતી. તે જગ્યાની બંને બાજુ ટેકરીઓ હોવાને કારણે ગાય કે અન્ય કોઈ પ્રાણી ક્યાંય જઈ શકતા નથી.
ટ્રેક પર ગાયને જોઈ ડ્રાઈવરે પહેલા ટ્રેનની સ્પીડ ધીમી કરી. જે બાદ વંદે ભારત પર સવાર ચાર રેલવેકર્મીઓ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા અને ગાયને ટ્રેક પરથી હટાવી દીધી હતી. ટ્રેન પસાર થાય ત્યાં સુધી સ્ટાફે ગાયને એક બાજુ પકડી રાખી હતી. ટ્રેન પસાર થઈ ગઈ હતી. આ પછી ચારેય કર્મચારીઓ પાછળથી ટ્રેનની ગાર્ડ બોગીમાં ચડી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp