ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની છે સરકાર? કેન્દ્રીય મંત્રીએ બતાવ્યું સત્ય

PC: girorganic.com

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે હાલમાં ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાનો કોઇ ઇરાદો નથી. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ સોમવારે સંસદમાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે અને સરકારને રાષ્ટ્રીય પ્રાણી તરીકે માન્યતા આપવા ઇરાદો રાખતી નથી. જી કિશન રેડ્ડી ભાજપના સાંસદ ભાગીરથ ચૌધરી તરફથી ઉઠાવવામાં આવેલા સવાલનો જવાબ આપી રહ્યા હતા. ભાગીરથ ચૌધરીએ પૂછ્યું હતું કે શું સરકાર ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ ‘ગૌમાતા’ને રાષ્ટ્રીય પશુના રૂપમાં માન્યતા આપવાની છે?

કિશન રેડ્ડીએ તેનો જવાબ આપ્યો કે, ભારત સરકારે વાઘ અને મેરને રાષ્ટ્રીય પ્રાણી અને પક્ષી તરીકે માન્યતા આપી છે. આ બંને જીવોને વન્ય જીવન (સંરક્ષણ) અધિનિયમ 1972ની અનુસૂચિ-Iમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર MoEF&CCના સત્તાવાર રેકોર્ડમાં દાખલઅંદાજી કરી રહી નથી. મંત્રાલયે 30 મે 2011ના રોજ વાઘ અને મોરને રાષ્ટ્રીય પ્રાણી અને પક્ષી તરીકે ફરીથી અધિસૂચિત કર્યા હતા. તેને જોતા હાલના અધિનિયમમાં કોઇ બદલાવ લાવવામાં આવી રહ્યો નથી.

સંસ્કૃતિ મંત્રી કિશન રેડ્ડીને એવું પૂછવામાં આવ્યું કે શું અલ્લાહબાદ અને જયપુર હાઇ કોર્ટ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની પ્રક્રિયામાં તેજી લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો? તેના જવાબમાં કિશન રેડ્ડીએ કહ્યું કે આ બાબતે રાજ્યના વિધાયી અધિકારીઓના હાથે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રયાસને જોતા પશુપાલન અને ડેરી વિભાગ પશુઓની સ્વદેશી પ્રજાતિઓના વિકાસ અને સંરક્ષણ માટે રાષ્ટ્રીય ગોકુળ મિશન લાગૂ કરી રહ્યો છે. આ મિશનનું ઉદ્દેશ્ય દેશના પશુઓ સહિત સ્વદેશી પ્રજાતિઓમાં વધારો લાવવાનો છે.

સાથે જ ગાય અને તેની બચ્ચા સહિત પશુઓની સુરક્ષા માટે ભારતીય પશુ કલ્યાણ બોર્ડની પણ સ્થાપના કરવામાં આવી છે. બીજી તરફ લોકસભાએ સોમવારે અનુસંધાન રાષ્ટ્રીય શોધ પ્રતિષ્ઠાન બિલ 2023ને પાસ કરી દીધું. તેમાં આખા દેશની યુનિવર્સિટીઓમાં અનુસાંધાનને નાણાકીય પોષિત કરવા માટે રાષ્ટ્રીય પ્રતિષ્ઠાન સ્થાપિત કરવાનું પ્રવધાન છે. સદનમાં સંક્ષિપ્ત ચર્ચા અને વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહના જવાબ બાદ આ બિલને ધ્વનિમતે મંજૂરી આપવામાં આવી. ચર્ચા દરમિયાન ઘણા વિપક્ષી પાર્ટીઓના સભ્ય સદનમાં ઉપસ્થિત નહોતા  સિંહે નીચલા સદનમાં સંક્ષિપ્ત ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું એક બિલ માનવ સંસાધનો અને નાણાકીય પોષણનું લોકતંત્રીકરણ કરવા માટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp