ઐતિહાસિક ગેટવે ઓફ ઇન્ડિયામાં તિરાડો, સમારકામ માટે આટલા રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ

PC: holidify.com

મુંબઇમાં બનેલા ગેટવે ઓફ ઇન્ડિયામાં તિરાડ પડી રહી છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ લોકસભામાં એક સવાલના જવાબમાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ગેટવે ઓફ ઈન્ડિયાના નિરીક્ષણ દરમિયાન સપાટી પર કેટલીક તિરાડ પડી છે, પરંતુ સમગ્ર ઢાંચો સંરક્ષણની સારી સ્થિતિમાં છે. તેમને પૂછવામાં આવ્યું કે, શું હાલમાં ગેટવે ઓફ ઈન્ડિયાના સ્ટ્રક્ચરલ ઓડિટમાં સામેના હિસ્સામાં તિરાડની જાણકારી મળી છે? તેમણે જવાબ આપતા કહ્યું કે, ગેટવે ઓફ ઈન્ડિયા એક કેન્દ્રીય સંરક્ષિત સ્મારક નથી.

તે પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ મહારાષ્ટ્ર સરકારના સંરક્ષણમાં છે. નિરીક્ષણ દરમિયાન સપાટી પર કેટલીક તિરાડ પડી છે. જો કે, સમગ્ર સંરચના સારી સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડિંગ પર ઘણી જગ્યા પર છોડ ઊગતા પણ નજરે પડ્યા છે. ગુંબજમાં લાગેલી વોટરપ્રૂફિંગ અને સિમેન્ટ કોન્ક્રિટને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારબાદ રાજ્ય પુરાતત્વ અને સ્થાપત્ય નિર્દેશલયે જિર્ણોદ્વાર માટે શાસનને 6.9 કરોડનો પ્રસ્તાવ સોંપ્યો છે.

મંત્રીને આગળ પૂછવામાં આવ્યું કે, તેમને તેના સંબંધમાં કોઈ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે? તો તેના પર કિશન રેડ્ડીએ કહ્યું કે, આ સંબંધમાં કેન્દ્ર સરકારને કોઈ રિપોર્ટ આપવામાં આવ્યો નથી. પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગે એક વિસ્તૃત સાઇટ સંચાલન યોજના તૈયાર કરી છે. ગેટવે ઓફ ઈન્ડિયાના સંરક્ષણ અને સમારકામ માટે 8,98,29,574 રૂપિયાની રકમનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, પર્યટન અને સાંસ્કૃતિક બાબતોનો વિભાગ, મહારાષ્ટ્ર સરકારે 10 માર્ચના રોજ તેની મંજૂરી આપી દીધી છે.

ઇન્ડો સરસેનિક શૈલીમાં બનેલા ગેટવે ઓફ ઈન્ડિયાને 20મી સદીમાં મુંબઇમાં સમુદ્ર કિનારે બનાવવામાં આવ્યો હતો. ગેટવે ઓફ ઈન્ડિયા ડિસેમ્બર 1911માં બ્રિટિશ સમ્રાટ કિંગ જોર્જ પંચમના આગમન બાદ બનાવવામાં આવ્યો હતો. સંરચનનું નિર્માણ વર્ષ 1924માં પૂરું થયું હતું. એક રિપોર્ટ મુજબ માનવામાં આવે છે કે આ ઇમારતને જોર્જ પંચમ અને મહારાણી મેરીની ભારત યાત્રા દરમિયાન બનાવવામાં આવ્યો હતો. આ ઇમારતને મુંબઇનો તાજ મહલ પણ કહેવામાં આવે છે. અહી સુધી કે અંગ્રેજોની છેલ્લી ટુકડી પણ ભારત છોડીને ગેટવે ઓફ ઈન્ડિયાથી જ નીકળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp