મહારાષ્ટ્ર થાણેમાં દર્દનાક અકસ્માત, ગર્ડર મશીન પડવાથી 17 લોકોના મોત, 3 ઇજાગ્રસ્ત

PC: twitter.com/ANI

મહારાષ્ટ્રમાં થાણેના શાહપુરમાં મંગળવારે સવારે મોટો અકસ્માત થઈ ગયો. થાણેના શાહપુર સરલામ્બે વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમિયાન બ્રિજથી ક્રેન એટલે કે ગર્ડર મશીન નીચે પડી ગયું, જેમાં લગભગ 17 લોકોના મોત થઈ ગયા અને 3 ઇજાગ્રસ્ત થઈ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે, 6 લોકો અત્યારે પણ અંદર ફસાયેલા હોય શકે છે. રિપોર્ટ્સ મુજબ, લગભગ 200 ફૂટથી ક્રેન નીચે પડી, ત્યારબાદ ચારે તરફ બૂમાબૂમ થઈ ગઈ. અકસ્માતનું કારણ અત્યાર સુધી જાણી શકાયું નથી, પરંતુ જાણકારોનું કહેવું છે કે ઓવરલોડિંગ હોવાના કારણે આ અકસ્માત થયો છે.

NDRFની બે ટીમો રાહત અને બચાવ કામમાં લાગી ગઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગ ફેઝ-3નું કામ તેજીથી કરવામાં આવી રહ્યું હતું. પુલના પોલ પર બ્રિજ બનાવનારી ક્રેન ઉપસ્થિત હતી. બ્રિજન ગાર્ડરને આ ક્રેનના માધ્યમથી ઉપર લઈ જઈને જોડવામાં આવી રહ્યો હતો. ક્રેન લગભગ 200 ફૂટની ઊંચાઈ પર હતી. ત્યારે શાહપુર વિસ્તારમાં મંગળવારે સવારે આ મશીન અચાનક નીચે પડી ગયું. પુલ નીચે મોટી સંખ્યામાં મજૂર હતા. જે તેની ઝપેટમાં આવી ગયા. લોકોને કાઢવાનું કામ તેજીથી કરવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે પણ એક ડઝનથી વધુ લોકો તેની નીચે ફસાયેલા હોય શકે છે.

શાહપૂર પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માતમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમિયાન ગર્ડર મશીન શાહપુર વિસ્તાર નીચે પડી ગયું. મશીનનો ઉપયોગ ફેઝ-3ના કામ દરમિયાન કરવામાં આવી રહ્યો હતો. આ સંબંધમાં બેદરાકરીની કલમો હેઠળ કેસ નોંધીને ઘટનાની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસ ઓવરલોડના કારણે મશીન નીચે પાડવાની વાત સામે આવી રહી છે. જાણકારી મેળવવામાં આવી રહી છે કે આ ક્ષેત્રમાં મહામાર્ગ નિર્માણનો કોન્ટ્રાક્ટ કઈ કંપનીનો હતો અને તેનો માલિક કોણ છે?

ઉલ્લેખનીય છે કે, મુંબઈ-નાગપુર સમૃદ્ધિ મહામાર્ગના પહેલું ચરણ પૂરું થઈ ચૂક્યું છે અને 11 ડિસેમ્બર 2022ના રોજ તેનું ઉદ્વઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. નાગપુરથી મુંબઈ સધી આ મહામાર્ગ બનાવવામાં આવી રહ્યો છે. પહેલા ચરણ હેઠળ નાગપુરથી શિરડી સુધી તેને શરૂ કરવામાં આવી ચૂક્યો છે. અન્ય ચરણોનું કામ અત્યારે ચાલી રહ્યું છે, જે હેઠળ તેને શિરડીથી મુંબઈ સુધી જોડાવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp