ચેહલ્લુમના જુલૂસમાં ક્રેન પર લટકાવી 20 ફૂટ લાંબી તલવાર, પછી....

PC: livehindustan.com

ઉત્તર પ્રદેશના બસ્તીમાં ચેહલ્લુમના જુલૂસમાં તે સમયે હંગામો થયો જ્યારે લોકો ક્રેન પરથી 20 ફૂટ લાંબી તલવાર કાઢવાની જિદ્દ પર આવી ગયા. ફરિયાદ મળવા પર પોલીસ ફોર્સ પહોંચી તો ત્યાં લોકો ધરણા પર બેસી ગયા. મામલો વધુ બગડતા જોઇ જિલ્લા તંત્ર ગભરાઇ ગયું. બીજા પોલીસ સ્ટેશનથી ફોર્સ બોલાવવી પડી. જોકે ત્યાર પછી ચેહલ્લુમનો જુલૂસ શાંતિપૂર્ણ રીતે પતી ગયો.

આ આખી ઘટના 7 સપ્ટેમ્બરના રોજ બપોરની છે. શહેરમાં ચેહલ્લુમનો જુલૂસ કાઢવામાં આવી રહ્યો હતો. જેમાં એક ક્રેન પણ સામેલ હતી. આ ક્રેન પર 20 ફૂટ લાંબી એક તલવાર લટકાવવામાં આવી રહી હતી. આ જોઇને લોકોએ ફરિયાદ કરી કે આ નવી પરંપરા થોપવામાં આવી રહી છે. આ પહેલા આવું નહોતું થઇ રહ્યું. સૂચના મળવા પર જિલ્લા તંત્રએ આ વાત ધ્યાનમાં લીધી અને ક્રેનને ગાંધીનગર બજારમાં થોભાવી દીધી.

ત્યાર બાદ સુન્ની સમાજના લોકો ધરણા પર બેસી ગયા. તેઓ તલવારની સાથે જુલૂસ કાઢવાની જિદ્દ કરવા લાગ્યા. આ જોઇ તંત્રએ વધારે ફોર્સ બોલાવી દીધી. પોલીસ ફોર્સના પહોંચવાની સાથે જ તેમણે આયોજકો સાથે વાત કરી અને કહ્યું કે પરંપરાની વિરુદ્ધમાં આ જુલૂસ કાઢવામાં આવી રહ્યું છે. જે યોગ્ય નથી. ઘણા સમય સુધી ચર્ચા ચાલી. ત્યાર બાદ તંત્રના કહેવા પર લોકો સમજી ગયા અને ક્રેનને જુલૂસમાંથી હટાવી દીધી. પણ તલવારને તેનાથી અલગ કરી નહીં. લોકો તલવારને પોતાના ખભા પર લાદીને આગળ વધ્યા.

પોલીસે શું કહ્યું

આ મામલે અપર પોલીસ અધીક્ષક દીપેન્દ્ર નાથ ચૌધરીએ કહ્યું કે, ચેહલ્લુમના જુલૂસમાં ક્રેનને લાવવામાં આવી હતી. જેમાં એક તલવાર લટકાવવામાં આવી હતી. તેને રોકી દેવામાં આવી કારણ કે જો ક્રેન આગળ વધતે તો વીજળીના વાયરમાં તે લાગવાથી મોટી ઘટના સર્જાઇ શકતી હતી. માટે તે ક્રેનને રોકી દેવામાં આવી હતી. તો એ ક્રેન પર લટકી રહેલી તલવારને બીજા નાના વાહન સાથે મોકલી દેવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp