સહારામાં જો તમારા રૂપિયા ફંસાયેલા હોય તો આ રીતે પરત મળી શકે છે

PC: zeebiz.com

સહારામાં રોકાણ કરનારા 10 કરોડ રોકાણકારોને આજે મોટા સમાચાર મળ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 18 જુલાઇ એટલે મંગળવારે સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કરી દીધું છે. આ પોર્ટલ દ્વારા સહારામાં રોકાણ કરનારા રોકાણકારોના પૈસા પાછા મળશે. આ રિફંડ પોર્ટલના મધ્યથી એ રોકાણકારોની રકમ પછી મળશે, જેમની રોકાણની મેચ્યોરિટી પૂરી થઈ ચૂકી છે. રિફંડ પોર્ટલ પર રોકાણના પૈસાની વાપસી સાથે જોડાયેલી બધી જાણકારીઓ ઉપલબ્ધ હશે.

સહકારિતા મંત્રી અમિત શાહ આજે દિલ્હીના અટલ અક્ષય ઉર્જા ભવનમાં એક એવા પોર્ટલની શરૂઆત કરી રહ્યા છે, જે સહારા ગ્રુપના રોકાણકારો તરફથી ક્લેમ પ્રક્રિયાને સરળ બનાવશે. આ પોર્ટલ પર સહારાના રોકાણકારોના પૈસા પાછા લાવવા માટે પૂરી પ્રોસેસને બતાવી અને સમજાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેને લઈને ઘણા મહિનાઓથી સક્રિય છે. તેમણે તમામ બેઠકો પણ કરી. સરકારે 29 માર્ચે જાહેરાત કરી હતી કે સહારા ગ્રુપના લગભગ 10 કરોડ રોકાણકારોને 9 મહિનાની અંદર પૈસા પાછા મળશે. રોકાણકારોની પરેશાનીને જોતા મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી લીધી હતી. સરકારના આ નિર્ણયથી 1.1 કરોડ રોકાણકારોને રાહત મળશે.

શું છે વિવાદ?

સહારાનો આ વિવાદ વર્ષ 2009માં શરૂ થયું હતું, જ્યારે સહારાએ પોતાનો IPO લોન્ચ કર્યો અને ત્યારબાદ જ સહારાની હકીકત બહાર આવવા લાગી. SEBIની તપાસમાં ઘણી અનિયમિતતાઓ આવી અને એ વાત સામે આવી કે સહારાએ ખોટી રીતે રોકાણકારોના 24,000 કરોડ રૂપિયાની રકમ ભેગી કરાવવામાં આવી હતી અને આગળની તપાસ બાદ આ એક મોટું કૌભાંડના રૂપમાં સામે આવ્યું. SEBIએ તરત સહારાને રોકાણકારોને તેમના પૈસા વ્યાજ સહિત પાછા આપવાનો આદેશ આપ્યો હતો. જો કે, ત્યારબાદ કે કોર્ટમાં ગયો અને ગુંચવાતું જતું રહ્યું. આ વિવાદના કારણે ખાતામાં જમા 24 હજાર કરોડ રૂપિયાનું ફંડ ફસાયેલું હતું. તેનાથી રોકાણકાર ખૂબ પરેશાન છે.

આ કો-ઓપરેટિવ સોસાયટીના રોકાણકારો જ કરી શકશે અરજી:

સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ

સહારાયન યૂનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ

અમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ

સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp