પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો ક્રિકેટર સુરેશ રૈનાના ફઇ-ફૂવાનો હત્યારો

PC: punjabkesari.in

ઉત્તર પ્રદેશમાં ગુનેગારો વિરુદ્ધ યોગી સરકારની કાર્યવાહી સતત ચાલી રહી છે. હાલની ઘટના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જનપદ સાથે જોડાયેલી છે. અહીં પોલીસે શનિવારે ઘર્ષણ દરમિયાન એક 50 હજારના ઇનામી બદમાશને ઢેર કર્યો છે. તેના કબજામાંથી પોલીસે એક શંકાસ્પદ બાઇક, એક રિવોલ્વર, એક બંદૂક અને કેટલીક કારતૂસ પણ જપ્ત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ચાલાક બદમાશ સુરેશ રૈનાના ફોઈ અને ફૂવા સહિત 3 લોકોની હત્યામાં સંડોવાયેલો હતો.

શાહપુરા પોલીસ સ્ટેશનની પોલીસને બાતમીદાર દ્વારા આ જાણકારી મળી હતી કે, બાવરિયા ગેંગના કેટલાક સભ્ય ક્ષેત્રમાં કોઈ ઘટનાને અંજામ આપવાના ચક્કરમાં જઈ રહ્યા છે. જેના કારણે શાહપુર પોલીસે SOG મુઝફ્ફરનગર સાથે મળીને વિસ્તારમાં ચેકિંગ અભિયાન ચલાવી રાખ્યું હતું. આ દરમિયાન સાહડૂડી રોડ પર પોલીસને જ્યારે એક બાઇક સવાર 2 લોકો આવતા દેખાયા તો પોલીસે તેમને રોકવાનો ઈશારો કર્યો. આ બદમશોએ પોલીસની ટીમ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ પોલીસે બદમાશોની ઘેરાબંદી કરી કાર્યવાહી કરી.

પોલીસે જ્યારે આત્મરક્ષામાં ફાયરિંગ કરી તો તેમાંથી એક બદમાશ રાશિદ ઉર્ફે સિપહિયા ઉર્ફ ચાલતો ફરતો રહેવાસી મુરાદાબાદ પોલીસની ગોળી લાગવાથી ઇજાગ્રસ્ત થઈ ગયો, તો આ ઘટનામાં શાહપુર પોલીસ સ્ટેશનના અધ્યક્ષ બબલૂ કુમાર પણ બદમશોની ગોળી લાગવાથી ઇજાગ્રસ્ત થઈ ગયા છે. પોલીસે બબલૂ કુમાર અને ઇજાગ્રસ્ત બદમાશને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. તો સારવાર દરમિયાન ડૉક્ટરોએ ઇજાગ્રસ્ત બદમાશને મૃત જાહેર કરી દીધો હતો. રિપોર્ટ્સ મુજબ, મૃતક બદમાશ રાશિદ ઉર્ફે સિપહિયા મુરાદાબાદ બાવરિયા ગેંગનો એક ચાલાક સભ્ય હતો. તેના પર ઘણા રાજ્યોમાં લૂંટ અને ચોરીના લગભગ 15-16 ગુનાહિત કેસ નોંધાયેલા છે.

મુઝફ્ફરનગરના SSP સંજીવ સુમનના કહેવા મુજબ ઘર્ષણમાં ઢેર થયેલો આ ચાલાક બદમાશ રાશિદ ક્રિકેટર સુરેશ રૈનાની ફોઇ-ફૂવા અને એક અન્યની હત્યામાં સંડોવાયેલો હતો, જેના પર 50 હજાર રૂપિયાનું ઈનામ પર જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારી જણાવ્યું કે, બીજો ગુનેગાર ભાગવામાં સફળ રહ્યો છે, તેના માટે કોમ્બિંગ ચાલી રહી છે. જ્યારે આ મૃતક બાબતે જાણકારી મેળવવા આવી તો તેનું નામ રાશિદ છે. તે રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ જે સૌથી ચર્ચિત કેસ છે તે ભારતીય ક્રિકેટર સુરેશ રૈના સાથે જોડાયેલો છે. તેના ફોઇ-ફુવા અને પરિવારના અન્ય એક વ્યક્તિની લૂંટના સમયે હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં આ વોન્ટેડ ચાલી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp