કરોડપતિ ચોર,એકલા હાથે 200 ચોરી કરી ચૂક્યો છે,નેપાળમાં હોટલ, UPમાં ગેસ્ટ હાઉસ છે

દિલ્હી પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી હતી, જેણે ચોરી કરીને કરોડોની સંપત્તિ ઉભી કરી દીધી છે. આ ચોરે દિલ્હીથી લઇને નેપાળ સુધી સંપત્તિ બનાવી છે. આ આરોપીએ દિલ્હીમાં 200 ચોરીને એકલા જાતે જ અંજામ આપ્યો હતો. આ ચોરની અલગ અલગ નામથી 9 વખત ધરપકડ કરવામાં આવી, પરંતુ તેના પરિવાર વિશે આજ સુધી પોલીસને કોઇ માહિતી મળી નથી.
પોલીસનું કહેવું છે કે, સિદ્ધાર્થનગરમાં આરોપીએ તેની પત્નીના નામે ગેસ્ટ હાઉસ અને નેપાળમાં પોતાના નામે હોટલ ખોલી હતી. ચોરીની ઘટનાઓને અંજામ આપીને તેણે લખનૌ અને દિલ્હીમાં પોતાનું ઘર બનાવ્યું હતું. વર્ષ 2001 થી 2023 સુધીમાં 15 થી વધુ ફોજદારી કેસ નોંધાયા છે.
જાણવા મળેલી માહિતી મજુબ, મોડલ ટાઉન પોલીસે એક ઘરફોડ ચોરીના આરોપમાં કરોડપતિ હોટલ બિઝનેસમેનની ધરપકડ કર છે.આરોપીની ઓળખ મનોજ ચૌબે તરીકે થઈ છે. તે લગભગ 25 વર્ષથી પરિવારથી છુપાઈને બેવડું જીવન જીવી રહ્યો હતો. એકલા આરોપીએ 200 જેટલી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે.
પોલીસના કહેવા મુજબ, 48 વર્ષના મનોજ ચૌબેનો પરિવાર નેપાળને અડીને આવેલા સિદ્ધાર્થ નગર જિલ્લામાં રહેતો હતો, પરંતુ એ પછી તેઓ નેપાળમાં જઇને વસી ગયા હતા. મનોજ 1997માં દિલ્હી આવ્યો હતો અને તેણે કેન્ટીનમાં નોકરી શરૂ કરી હતી. તે વખતે તેણે કેન્ટીનમાં ચોરી કરી હતી અને પકડાઇ ગયો હતો અને તેને જેલની સજા થઇ હતી. જેલમાંથી બહાર આવ્યા પછી મનોજ ચોરી માટે ઘરોને નિશાન બનાવવા માંડ્યા હતા. મોટી રકમ હાથ લાગે એટલે તે તેના ગામ ચાલ્યો જતો હતો.
ચોરી કરવા માટે મનોજે શરૂઆતમાં ભાડા પર મકાન લીધું હતું. તે ચોરી કરતા પહેલાં એ વિસ્તારની પુરી રેકી કરતો અને પછી બંધ પડેલા મકાન, બંગલો કે ફ્લેટને નિશાન બનાવતો હતો.
ચોરીની રકમમાંથી મનોજે નેપાળમાં હોટલ બનાવી દીધી હતી અને આ દરમિયાન UPના સિંચાઇ વિભાગના અધિકારીની પુત્રી સાથે લગ્ન કરી લીધા હતા. મનોજના સાસરિયાનું કહેવું છે કે તે દિલ્હીમાં પાર્કિંગના કોન્ટ્રાક લે છે એટલે તેણે 6થી 8 મહિના દિલ્હીમાં રહેવું પડે છે.
મનોજે ઉત્તર પ્રદેશમાં પત્નીના નામે ગેસ્ટ હાઉસ પણ બનાવેલું છે. આ જ વિસ્તારમાં તેણે પોતાની એક જમીન હોસ્પિટલને લીઝ પર આપેલી છે,જેનું દર મહિને તેને 2 લાખ રૂપિયા ભાડું મળે છે.
આરોપી મનોજે પરિવાર માટે લખનૌમાં મકાન બનાવ્યું, કરોડોની સંપત્તિ હાંસલ કરી, લાખો રૂપિયાનું ભાડું મેળવતો હતો, પરંતુ ચોરીની એવી આદત પડી હતી કે છુટતી નહોતી. તે ચોરી કરવા માટે દિલ્હી આવતો હતો.ચોરીની એક ઘટનામાં પીડિતની ફરિયાદને આધારે પોલીસે FIR નોંધી હતી. પોલીસે તપાસમાં CCTV ચેક કર્યા તો મનોજનો ચહેરો દેખાયો અને તે સ્કુટી પર ફરતો દેખાયો હતો. પોલીસે નંબરના આધારે તપાસ કરી તો સ્કુટી તો કોઇ વિનોદ થાપાએ ખરીદેલું હોવાનું જાણવા મળ્યું હતું.
હકિકતમાં, મનોજે એક નેપાળી મૂળની યુવતી સપના સાથે બીજા લગ્ન કરેલા હતા તેને ચોરી છુપીથી દિલ્હીમાં રાખતો હતો. સપનાના ભાઇ વિનોદ થાપાએ કહ્યું કે સ્કુટી લઇને મારા બનેવી મનોજ ફરે છે. એ પછી પોલીસે મનોજને દબોચી લીધો હતો.
મનોજ પર ચોરીના 15 કેસ નોંધાયેલા છે અને તે 9 વખત પકડાયો છે, પરંતુ તે દર વખતે પોતાની ઓળખ રાજુ તરીકે બતાવતો હતો એટલે પરિવારના લોકોને તેની કરતૂત વિશે ખબર નહોતી પડતી. મનોજ એટલો શાતિર ચોર હતો કે પોલીસને કોઇ પુરાવા કે રિકવરી હાથ લાગતી નહોતી.
આ વખતે પણ પોલીસને રિકવરીના નામે માત્ર 1 લાખ રૂપિયા જ મળ્યા છે. મનોજ ચોરીની ઘટનાને અંજામ આપ્યા પછી ચોરીની રકમને પહેલાં ઠેકાણે લગાવી દેતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp