કરોડપતિ સફાઈકર્મીએ 10 વર્ષથી નથી ઉપાડ્યો પગાર, આ રીતે કાઢે છે પોતાનો ખર્ચ

PC: aajtak.in

સંગમ નગરી પ્રયાગરાજમાં CMO ઓફિસમાં રક્તપિત્ત વિભાગમાં એક સફાઈકર્મી કરોડપતિ છે. તમને સાંભળીને આશ્ચર્ય જરૂર થશે. તેના ખાતામાં 70 લાખ રૂપિયા છે તેમજ તેની પાસે જમીન અને મકાન પણ છે. ખાસ વાત એ છે કે તેણે આશરે 10 વર્ષથી બેંકમાંથી પોતાનો પગાર પણ ઉપાડ્યો નથી. હવે બેંકના લોકો તેને તેની સેલેરી ઉપાડવા માટેની વિનંતી કરી રહ્યા છે, પરંતુ સફાઈકર્મી ધીરજ પોતાનો ખર્ચ લોકો પાસેથી પૈસા માગીને કાઢે છે.

પહેરવેશ જોઈને લોકો સમજે છે ભિખારી
ધીરજનો પહેરવેશ અને તેના ગંદા કપડાં જોઈને લોકો તેને ભિખારી સમજે છે. લોકોના પગ પકડીને પૈસા માગીને તે પોતાનો ખર્ચ ચલાવે છે અને લોકો તેને પૈસા આપી પણ દેઈ છે, પરંતુ ધીરજ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ તે છે એક કરોડપતિ સફાઈ કામદાર.

લોકો પાસેથી માંગતો રહે છે પૈસા
ધીરજ નામનો આ વ્યક્તિ ગંદા કપડાં પહેરીને CMO ઓફિસની આજુબાજુમાં લોકો પાસેથી પૈસા માંગતા દેખાઈ આવશે, તે ભિખારી સમજીને લોકો પૈસા આપી દે છે, પરંતુ તે ભિખારી નથી તે જિલ્લા રક્તપિત્ત વિભાગમાં સફાઈ કામદારની જગ્યા પર કામ કરે છે અને તે કરોડપતિ છે, તેની જાણકારી ત્યારે મળી જ્યારે બેંકના કર્મચારીઓ આ વ્યક્તિને શોધતા શોધતા રક્તપિત્ત વિભાગની ઓફિસ ખાતે પહોંચ્યા. ત્યારે ત્યાંના અન્ય કર્મચારીઓને આ વિશે જાણકારી મળી કે, ધીરજ તો કરોડપતિ છે. તેણે દસ વર્ષથી પોતાની સેલેરી ઉપાડી નથી તેની પાસે પોતાનું મકાન અને બેંક ખાતામાં મોટી રકમ પણ છે.

નોકરી શરૂ કરી ત્યારથી તેણે પૈસા ઉપાડ્યા જ નથી
વાસ્તવમાં, ધીરજના પિતા આ જ વિભાગમાં સફાઈ કામદારના પદ પર કામ કરતા હતા અને ચાલુ નોકરી દરમિયાન તેમનું મોત થઈ ગયું. ત્યારે મૃતક આશ્રિતની જગ્યા પર ધીરજને 2012મા તેના પિતાની જગ્યા પર સફાઈ કામદારની નોકરી મળી અને તે આ નોકરી પર લાગી ગયો, ત્યારથી તેણે પોતાનો પગાર બેંકમાંથી ઉપાડ્યો જ નથી. તે તેના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી પૈસા માગીને પોતાનો ખર્ચ ચલાવે છે. એ સિવાય તેની માતાનું પેન્શન પણ આવે છે, પરંતુ એક ખાસ વાત એ છે કે ધીરજ સરકારને ઇન્કમટેક્સ પણ આપે છે.

લગ્ન નથી કરવા માંગતો

કરોડપતિ ધીરજ પોતાની માતા અને એક બહેનની સાથે રહે છે. તેના હજી લગ્ન થયા નથી અને તે લગ્ન કરવા પણ ઇચ્છતો નથી. તેનું કારણ એ છે કે તેને ડર છે કે તેના પૈસા કોઈ લઈ નહીં લે. કર્મચારીઓનું કહેનું માનીએ આવે તો ધીરજ મગજથી થોડો નબળો પણ છે, પરંતુ ઈમાનદારી અને મહેનતથી બધું કામ પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp