માયાવતીના બર્થડે પર કેકની લૂંટ, છીનવીને ભાગ્યા લોકો, એક-બીજા ઉપર પડ્યા

PC: khabarchhe.com

ઉત્તર પ્રદેશના સંભલમાં બહુજન સમાજ પાર્ટી (BSP) અધ્યક્ષ માયાવતીના જન્મ દિવસ પર બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓએ કેક કાપીને જન્મદિવસ મનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કેકની પડાપડીને લઇને ખૂબ લૂંટ માર ચાલી. પરિસ્થિતિ એવી બની ગઇ કે કેકને છીનવીને લોકો એક-બીજા પર પડી ગયા. કાર્યક્રમ દરમિયાન અવ્યવસ્થાની બોલબાલા જોવા મળી. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીના જન્મદિવસના અવસર પર સંભલ સદર પોલીસ સ્ટેશન વિસ્તારના જમાલ પેલેસમાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જન્મદિવસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓ અને બહુજન સમાજ પાર્ટીના નેતા શકીલ કુરૈશીના સંબોધન બાદ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમ માયાવતીની કેક કાપીને કાર્યકર્તાઓએ જન્મદિવસ મનાવ્યો હતો, પરંતુ કાર્યક્રમ દરમિયાન જોરદાર અવ્યવસ્થાનો નજારો જોવા મળ્યો. કેક કાપતા જ ભીડ કેક પર તૂટી પડી અને કેકને લઇને ચારેય તારા પડાપડીનો માહોલ છવાઇ ગયો. લોકો કેક લઇને આમ તેમ ભાગ્યા, તો કેટલાક લોકો એક-બીજા પર પડ્યા. આ દરમિયાન મોટો અકસ્માત થતા બાલ-બાલ બચી ગયો.

કેકને લઇને મચેલી લૂંટને લઇને બહુજન સમાજ પાર્ટીના નેતા શકીલ કુરેશીએ કહ્યું કે, ખુશીના માહોલમાં આ બધુ વ્યાજબી હોય છે કેમ કે તેમાં બધા લોકો પોતાનો હોશ ગુમાવી બેસે છે. રહી વાત અકસ્માતની તો કોઇ પણ અકસ્માત કઇ રીતે થઇ શકે છે, કાર્યક્રમમાં ધક્કા-મુક્કી થાય છે, એક હજાર લોકો આવવાનું અનુમાન હતું, પરંતુ 6-7 હજાર લોકો આવી ગયા હતા. તો માયાવતીએ પોતાના જન્મદિવસ પર સ્પષ્ટ કરી દીધું કે, વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી અને આ વર્ષે કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિત અન્ય રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી કોઇ સાથે ગઠબંધન નહીં કરે.

તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે-જ્યારે બેલેટથી મતદાન થયું, બહુજન સમાજ પાર્ટીનો જનાધાર વધ્યો, પરંતુ EVMથી થવા પર તેમાં ફરક પડ્યો છે. તેમણે ભાજપની જીતને EVMની કમાલ કહી છે. તેમણે રવિવારે પાર્ટી કાર્યાલય પર જન્મદિવસના અવસર પર પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, કેટલીક પાર્ટીઓ બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધનનો બ્રહ્મ ફેલાવી રહી છે. એટલે એ સ્પષ્ટ કરી દેવામાં માગું છું કે કોઇ સાથે ગઠબંધન નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp