કૂતરા પર આધેડનો બળાત્કાર, લોકો બોલ્યા- લાંબા સમયથી આવું કરે છે

PC: abplive.com

દિલ્હીથી ફરી એકવાર પ્રાણીઓ પર ક્રૂરતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક આધેડ વયના વ્યક્તિએ માદા કૂતરા પર બળાત્કાર ગુજાર્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ હેરાન કરી નાખે તેવો છે. આ વ્યક્તિ ખાનગી કલ્યાણ સંસ્થામાં માનનીય હોદ્દા પર કામ કરતો હતો. જે કોઈને પણ આ ઘટના અંગેની જાણ થઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

આરોપીની ઓળખ પવન મલ્હોત્રા તરીકે થઈ છે. સોશિયલ મીડિયા પર આરોપીની ઓળખ જાહેર થયા પછી લોકો તેને સખત સજા આપવાની માંગ કરી રહ્યા છે. પવનનું આવું ઘૃણાસ્પદ વર્તન જોઈને લોકો ગુસ્સે થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આરોપી પવને એક માદા કૂતરાને બળજબરીથી પોતાના હાથોમાં પકડી રાખ્યો છે અને પછી તે કોઈપણ ડર વગર તેના પર બળાત્કાર કરી રહ્યો છે. જ્યારે આ વ્યક્તિ આ ઘૃણાસ્પદ કૃત્ય કરી રહ્યો હતો ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવી લીધો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. AB નામના વ્યક્તિએ 14 સપ્ટેમ્બરે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. તે પોલીસ પાસે ગઈ અને તેની ફરિયાદમાં કહ્યું કે, તે વ્યક્તિ વારંવાર કૂતરા સાથે બળાત્કાર કરે છે. જો તેને કડક સજા નહીં આપવામાં આવે તો તે મહિલાઓ સાથે પણ આવું જ કરશે. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, તે વ્યક્તિ 2019થી રખડતા કૂતરાઓ પર બળાત્કાર કરી રહ્યો છે. જોકે તેની સામે ક્યારેય કોઈએ વિરોધ નોંધાવ્યો નહોતો.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ, ગરિમા બજાજ નામની પ્રાણી પ્રેમીએ કહ્યું કે, આ વ્યક્તિના પરિવારને પણ તેની આવી ખરાબ પ્રવૃત્તિઓ વિશે ખબર હતી. પરંતુ ક્યારેય કોઈએ અવાજ ઉઠાવ્યો નથી. બધા આંખો બંધ કરીને બેઠા હતા. વાયરલ વીડિયો જોઈને ઈન્ટરનેટ પર યુઝર્સનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી ગયો છે. ઘણા યુઝર્સે આ ઘટનાની નિંદા કરી છે. એક યુઝરે કહ્યું, 'આવા ઘૃણાસ્પદ વ્યક્તિને મોતની સજા મળવી જોઈએ. કારણ કે આવી વ્યક્તિ સમાજ માટે ખૂબ જ જોખમી છે.' જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, 'ભાઈ, કેવા કેવા પ્રકારની માનસિકતા ધરાવતા લોકો રહે છે અહીં? બેશરમી અને નીચતાની પણ એક હદ હોય છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp