સંસ્કૃતિ અને પંરપરા સાથે ચેડા ન થવા જોઇએ, UCC મુદ્દે BJPના વધુ એક સાથી CM નારાજ

યુનિફોર્મ સિવિલ કોડ(UCC) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભોપાલમાં આપેલા એક નિવેદન પછી UCCના મુદ્દે ગરમાટો આવી ગયો છે અને દેશભરમાં તેના વિશે ચર્ચા ચાલી રહી છે. PM મોદીએ કહ્યું હતું કે એક જ દેશમાં બે કાયદા કેવી રીતે હોઇ શકે, દેશમાં સમાન નાગરિક કાનૂનની આવશ્યકતા છે.નરેન્દ્ર મોદીના નિવેદન બાદ યુનિફોર્મ સિવિલ કોડ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યાં ઉદ્ધવ ઠાકરેની આમ આદમી પાર્ટી અને શિવસેના જૂથે તેને સમર્થન આપ્યું છે. તો બીજી તરફ પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં, મુખ્યમંત્રી અને ભાજપના સહયોગી NPPના પ્રમુખ કોનરાડ કે. સંગમાએ તેની ટીકા કરી છે. મેઘાલયના CM કોનરાડ સંગમાએ કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ ભારતના વાસ્તવિક વિચારની વિરુદ્ધ છે. ભારત વિવિધતામાં એકતા વાળો દેશ છે.

નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના પ્રમુખ સંગમાએ મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં કહ્યું કે, UCC દેશ માટે યોગ્ય નથી. આ ભારતના વાસ્તવિક વિચારની વિરુદ્ધ છે, જે વિવિધતામાં એકતા દ્વારા વર્ગીકૃત થયેલું વૈવિધ્યસભર રાષ્ટ્ર છે.

સંગમાએ કહ્યું, હું પાર્ટીના દૃષ્ટિકોણથી વાત કરી રહ્યો છું. NPP મુજબ, સમાન નાગરિક કાનૂન ભારતની વાસ્તવિક ભાવનાની વિરુદ્ધ છે. વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ, જીવનશૈલી અને ધર્મો દેશની તાકાત છે. તેમણે વધુમાં કહ્યું, મેઘાલય એક માતૃસત્તાક સમાજ છે અને આ જ અમારી તાકાત છે.  જે સંસ્કૃતિ અને અન્ય પાસાઓ કે જેને આપણે લાંબા સમયથી અનુસરી રહ્યા છીએ તેને બદલી શકાતા નથી. એક રાજકીય પક્ષ તરીકે, અમે સમજીએ છીએ કે સમગ્ર ઉત્તર પૂર્વ પ્રદેશને એક અનોખી સંસ્કૃતિ મળી છે. અમે ઈચ્છતા નથી કે અમારી પરંપરા અને સંસ્કૃતિને સ્પર્શ કરવામાં આવે.

NPP એ BJPની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA)ની સાથી છે. તે શાસક મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA)નું નેતૃત્વ કરે છે. ભાજપ એમડીએ સરકારમાં બે ધારાસભ્યો સાથે ભાગીદાર છે. મેઘાલય ઉપરાંત NPP મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં મજબૂત રાજકીય આધાર ધરાવે છે.

યુનિર્ફોમ સિવિલ કોડએ તમામ નાગરિકો માટે તેમના ધર્મ, જાતિ, લિંગ અને લૈંગિક અભિગમને ધ્યાનમાં લીધા વિના વ્યક્તિગત કાયદાઓ બનાવવા અને લાગુ કરવાનો પ્રસ્તાવ છે. આ સમયે વિવિધ સમુદાયોના અંગત કાયદાઓ તેમના ધાર્મિક ગ્રંથો દ્વારા સંચાલિત થાય છે.

PM મોદીએ સોમવારે ભોપાલમાં ભાજપના  એક કાર્યક્રમમાં UCC પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે વોટ બેંકના ભૂખ્યા લોકો છે જેઓ ટ્રિપલ તલાકની તરફેણ કરે છે. ભારતના મુસ્લિમ ભાઈ-બહેનોએ સમજવું પડશે કે કયા રાજકીય પક્ષો તેમને ઉશ્કેરીને તેમનો ફાયદો ઉઠાવવા માગે છે. તેમણે કહ્યું હતું કે શું એક જ પરિવારમાં બે પ્રકારના નિયમો ચાલી શકે ખરા?

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.