મુઘલ બાદશાહ ઔરંગઝેબને લઇને કોલ્હાપુરમાં સ્થિતિ બગડી

PC: news18.com

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં મુઘલ બાદશાહ ઔરંગઝેબને લઈને હોબાળો મચી ગયો છે. કેટલાક છોકરાઓએ ઔરંગઝેબના સમર્થનમાં વૉટ્સએપ સ્ટેટસ લગાવ્યા હતા. તેના પર આપત્તિજનક વાતો પણ લખી હતી. તેનો કેટલાક હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો અને રસ્તા પર ઉતરી આવ્યા. બુધવારે શહેરના ઘણા વિસ્તારોમાં હિન્દુ સંગઠનોના આહ્વાન પર લોકો ભેગા થયા તો સ્થિતિ બેકાબૂ થતી નજરે પડી. હિન્દુ પક્ષ ભેગો થયા બાદ બીજી તરફથી પણ કેટલાક લોકો ઉતરી આવ્યા અને પથ્થરમારો કરવાના સમાચાર આપણ આવ્યા.

સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. હિન્દુ સંગઠનોએ પહેલાથી જ જિલ્લામાં બુધવારે બંધ રાખવાની જાહેરાત કરી હતી. હિન્દુ સંગઠનોના કાર્યકર્તા શહેરના છત્રપતિ શિવાજી મહારાજ ચોક પર ભેગા થયા હતા. આ દરમિયાન તેઓ હિંસક થયા તો લાઠીચાર્જ કરવામાં આવ્યો. રાજ્યના માયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સખત કાર્યવાહીના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને અમે બધાને અપીલ કરીએ છીએ કે શાંતિ બનાવી રાખે.

એકનાથ શિંદેએ કહ્યું કે, વિવાદિત વૉટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરનારા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. વૉટ્સએપ સ્ટેટસ મુકનારા 3 છોકરા સગીર વયના છે. એ તપાસ કરવામાં આવશે કે, એક જ સમય પર ત્રણેય લોકોએ એક જેવા સ્ટેટસ કેમ મૂક્યા. એ વાતની તપાસ થશે કે શું આ લોકો પાછળ કોઈનો હાથ છે કે કોઈએ તેમને તેના માટે પ્રેરિત કર્યા હતા.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આપણી જવાબદારી છે કે શાંતિ બનાવી રાખવામાં આવે. તેમણે આગળ કહ્યું કે, આપણાં માટે શિવાજી અને સંભાજી આરાધ્ય છે. ઔરંગઝેબના વખાણ કરનારાઓને છોડવામાં નહીં આવે. ઔરંગઝેબ પર લગાવવામાં આવેલા સ્ટેટસથી ગુસ્સે ભરાયેલા લોકોએ સખત કાર્યવાહીની માગ કરી અને જોરદાર નારેબાજી પણ થઈ. હાલમાં પોલીસે આરોપીઓને કસ્ટડીમાં લઈ લીધા છે અને તપાસ કરવામાં આવી રહી છે.

શહેરના ટાઉન હૉલ, હિન્દુ ચોક અને કેટલાક અન્ય વિસ્તારોમાં પણ હિંસાની હાલત બનેલી છે. એવા સમાચાર છે કે ભીડે લક્ષ્મીપુરી મંડઇ, અકબર મોહલ્લા, મુસ્લિમ બોર્ડિંગ, CPR હૉસ્પિટલ વિસ્તારમાં પણ પથ્થરમારો કર્યો. પોલીસે સ્થિતિને બગડતી જોઈને કેટલાક લોકોને નજરબંદ પણ કર્યા છે જેથી સ્થિતિ વધુ ન બગડી શકે. હાલમાં આખા મામલે રાજ્યના DGP અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ એક્ટિવ થઈ ગયા છે અને સ્થિતિની જાણકારી મેળવવમાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp