આ નવી ઇલેક્ટ્રિક બાઇકના દિવાના બન્યા ગ્રાહકો, ખરીદવા માટે લાગી છે હરીફાઈ

ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે અને તેમાં પણ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ ગ્રાહકોને ખુબ પસંદ આવી રહ્યા છે. સ્કૂટરની સાથે હવે E-બાઈક પણ ગ્રાહકોનો વિશ્વાસ જીતી રહી છે, જેના કારણે થોડા સમય પહેલા લોન્ચ થયેલી મેટર એરાને અત્યાર સુધીમાં 40,000 બુકિંગ મળી ચુક્યા છે. મેટર એરા એ ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક છે, જેમાં સામાન્ય મોટરસાઇકલ જેવા ગિયર્સ છે. અહીં તમને બતાવી દઈએ કે, કંપનીએ 1 મહિનાની અંદર પ્રી-બુકિંગના આ આંકડાને સ્પર્શ કર્યો છે. આ ઈલેક્ટ્રિક બાઇકનું બુકિંગ કંપનીની વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર ચાલુ છે અને જે ગ્રાહકો પહેલા બુકિંગ કરાવશે તેમને બાઇક પણ પહેલા જ મળશે.
17 મે, 2023થી, કંપનીએ દેશભરના 25 જિલ્લામાં આ E-બાઈકનું બુકિંગ શરૂ કર્યું છે. કંપનીએ તેને ચાર ટ્રિમ્સમાં લોન્ચ કર્યું છે, 4000, 5000, 5000 પ્લસ અને 6000 પ્લસ, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1,43,999 થી રૂ. 1,53,999 સુધીની છે. અહીં તમને જણાવી દઈએ કે, શરૂઆતના ત્રણેય વેરિઅન્ટ એક જ ચાર્જમાં 125 Km સુધીની રેન્જ આપે છે, ત્યારે ગ્રાહકોને મેટર 6000 પ્લસમાં 150 Km સુધીની રેન્જ મળશે. હાલમાં, Matteriએ આ ઇલેક્ટ્રિક બાઇકના માત્ર 5000 અને 5000 પ્લસ વેરિઅન્ટ્સ જ લોન્ચ કર્યા છે.
મેટરએ આ ઇલેક્ટ્રિક બાઇકનું નામ Aira રાખ્યું છે, જેમાં ઘણા બધા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ E-બાઈક સાથે જે સૌથી રસપ્રદ ફીચર જોવા મળ્યું છે તે તેનું મેન્યુઅલ ટ્રાન્સમિશન છે, જેનો અર્થ છે કે ઈલેક્ટ્રીક બાઇક હોવા છતાં ગ્રાહક સામાન્ય મોટરસાઈકલની જેમ ગિયર્સ શિફ્ટ કરી શકશે. આ ફીચર સાથે, તે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક બની ગઈ છે. મેટર એરા સાથે, આ સેગમેન્ટમાં બાકીની બાઇકો કરતાં ઘણી વધુ સુવિધાઓ આપવામાં આવી છે.
મેટર એરા ઓટો એક્સ્પો 2023માં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જ્યાં તેણે તેની આકર્ષક ડિઝાઇન અને પ્રીમિયમ સુવિધાઓને લીધે ગ્રાહકોની નજર ખેંચી હતી. આ સાથે, સંપૂર્ણ ડિજિટલ 7-ઇંચ LCD અને 4જી કનેક્ટિવિટી જેવી સુવિધાઓ મળી છે, જે એન્ડ્રોઇડ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. રિમોટ લોક/અનલૉક, જીઓફેન્સિંગ, લાઇવ લોકેશન ટ્રેકિંગ, વ્હીકલ હેલ્થ મોનિટરિંગ અને રાઇડ સ્ટેટિસ્ટિક્સ જેવી સુવિધાઓ પણ E-બાઇક સાથે પૂરી પાડવામાં આવી છે.
જો તમને પણ ઈલેક્ટ્રિક બાઈક કે સ્કૂટરમાં આગ લાગવાનો ડર સતાવી રહ્યો હોય તો, અહીં તમને બતાવી દઈએ કે, લિક્વિડ કૂલ્ડ મોટર, મેન્યુઅલ ગિયરબોક્સ, લિક્વિડ કૂલ્ડ બેટરી પેક, 3 પીન 5 એમ્પીયર ચાર્જર, ડબલ ક્રેડલ ચેસિસ અને કનેક્ટેડ અને ઈન્ટેલિજન્ટ ટેક્નોલોજી અહીં આપવામાં આવી છે. જોરદાર દેખાતી E-બાઇકમાં LED હેડલેમ્પ, LED ટેલલેમ્પ, LED DRL, મોટર ગાર્ડ, સ્પ્લિટ સીટ, સ્પ્લિટ ગ્રેબ રેલ્સ, બંને વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ સાથે સિંગલ ચેનલ ABS જેવી સુવિધાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp