- National
- જૂની બાઇક ઓનલાઇન કરી સર્ચ, નકલી CISFએ લગાવી દીધો 40000નો ચૂનો
જૂની બાઇક ઓનલાઇન કરી સર્ચ, નકલી CISFએ લગાવી દીધો 40000નો ચૂનો
ચંડીગઢના રહેવાસી એક વ્યક્તિને OLX પર જૂની બાઇક સર્ચ કરવાનું મોંઘું પડ્યું અને તેને 40 હજાર રૂપિયાનો ચૂનો લાગી ગયો. પીડિતે રવિવારે સુરક્ષા બળના એક કથિત જવાન તરફથી પોતાની બાઇક વેચવાની જાહેરાત OLX વેબ પર પોસ્ટ કર્યા બાદ તેની સાથે સંપર્ક કરવામાં આવ્યો. કથિત રીતે જવાને તેની પાસેથી ઘણી વખતમાં 40 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા અને ફરાર થઈ ગયો. હવે પીડિતની ફરિયાદ પર પોલીસ નકલી જવાનની શોધ કરી રહી છે.
OLX પર બાઇક વેચવાની જાહેરાત અપલોડ કરનારા નકલી જવાને પૂરી ફિલ્ડિંગ લગાવી હતી. તેણે વર્ષ 2015ના મોડલની બાઇક વેચવા માટે જાહેરાત અપલોડ કરી હતી, જેમાં પોતાને કેન્દ્રીય ઔદ્યોગિકી સુરક્ષા બળ (CISF)નો જવાન બતાવ્યો હતો અને પોતાની આઈ કાર્ડ અને મોબાઈલ નંબર પણ શૉ કર્યો. ચંડીગઢના મણી માજરાના રહેવાસી પ્રમોદ ચંદ્ર મઠપાલે તેને ફોન પર સંપર્ક કર્યો અને બાઇક ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી પ્રમોદને પોતાનું નામ તિલક મોહરા બતાવ્યું અને પોતાને અંબાલામાં પોસ્ટેડ હોવાનું જણાવ્યું.

પ્રમોદના જણાવ્યા મુજબ, કથિત જવાને તેને કહ્યું કે, તેના અકાઉન્ટમાં 1 રૂપિયો મોકલી દઉ. બાકી રકમ ત્યારે આપવાની છે, જ્યારે તેનો મિત્ર મને બાઇકની ડિલિવરી આપશે. મને લાગ્યું કે, આ યોગ્ય વ્યક્તિ છે, એટલે મેં 12 હજાર રૂપિયાની રકમ તેના ખાતામાં મોકલી દીધી. ત્યારબાદ તેણે મને કહ્યું કે, આર્મી રૂલ્સ મને 12 હજાર રૂપિયા લેવાની મંજૂરી આપતા નથી. ત્યારબાદ તેણે મને 15 હજાર રૂપિયા મોકલવા કહ્યું. સાથે જ કહ્યું કે, હું તમને 12 હજાર રૂપિયા પાછા આપી દઇશ.
મેં તેને 15 હજાર રૂપિયા મોકલી દીધા તો તેણે 12 હજાર રૂપિયા હજુ મોકલવા કહ્યું. મેં તે રકમ પણ મોકલી દીધી. આ પ્રકારે કુલ 40 હજાર રૂપિયા તેના ખાતામાં પહોંચી ગયા. પંચકુલામાં કામ કરનારા પ્રમોદના જણાવ્યા મુજબ, ત્યારબાદ મને છેતરપિંડીનો અનુભવ થયો, તો મેં તેને રવિવારે મોડી રાત્રે વોટ્સએપ કોલ કર્યો. તેણે ફરીથી એક અન્ય અકાઉન્ટમાં 12 હજાર રૂપિયા મોકલવા કહ્યું.

ત્યારબાદ તેણે મને કહ્યું કે, તે બાઇક ખરીદનારને 15 હજાર રૂપિયા છોડીને બાકી બધી રકમ આપી દેશે. તેના પર મેં ટ્રાન્ઝેક્શન ચેક કર્યા. પ્રમોદે જણાવ્યું કે, ચેક કરવા પર ખબર પડી કે દરેક વખત અલગ અલગ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવી છે. ત્યારબાદ મણી માંજરા પોલીસ સ્ટેશનમાં જઈને આખી વાત બતાવી. ત્યાં તૈનાત અધિકારી મારી પાસે સાઇબર ક્રાઇમ આસિસ્ટન્ટ હેલ્પલાઈન 1931 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી દીધી.

