આગામી 24 કલાકમાં બિપોરજોય વાવાઝોડું વિકરાળ રૂપ ધારણ કરશે, આ 3 રાજ્યોમાં એલર્ટ

PC: bsehexam.org

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે જણાવ્યું હતું કે 'અત્યંત ગંભીર'  વાવાઝોડું બિપરજોય આગામી 24 કલાકમાં વધુ તીવ્ર થવાની ધારણા છે. આ વાવાઝોડાનું તોફાન ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. IMD એ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, 9મી જૂને IST 2330 કલાકે 16.0N અને 67.4E લાંબા અક્ષાંશ નજીક પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર વાવાઝોડું BIPARJOY વધુ તીવ્ર બને અને આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-ઉત્તર તરફ આગળ વધે તેવી સંભાવના છે. જયાં જયા દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં તંત્ર કામે લાગી ગયેલું છે અને સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે. 3 દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની શક્યતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.ગુજરાત, કેરળ અને કર્ણાટક એમ  રાજ્યોમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે.

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઇને ગુજરાતના દરિયાકાંઠાના પર પણ વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું છે. વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી લગભગ 640 કિ.મી દુર છે.ગુજરાતના સુરતમાં વહીવટી તંત્રએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને  ડુમસ અને સુંવાલી બીચને 13 તારીખ સુધી સહેલાણીઓ માટે બંધ કરી દીધા છે.

અરબ સાગર કિનારે આવેલા વલસાડની તીથલ બીચ પર ઉંચા ઉંચો મોંજા ઉછળતા જોવા મલી રહ્યા છે. તિથલના દરિયા કિનારાને પણ સુરક્ષાના કારણોસર 14 જૂન સુધી સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડના તહસીલદાર ટીસી પટેલે જણાવ્યું હતું કે, અમે માછીમારોને દરિયામાં ન જવા કહ્યું હતું અને તેઓ બધા પાછા આવી ગયા છે. જો જરૂર પડશે તો લોકોને દરિયા કિનારે આવેલા ગામમાં ખસેડવામાં આવશે. તેમના માટે આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે, અમે 14 જૂન સુધી તિથલ બીચને પ્રવાસીઓ માટે બંધ કરી દીધો છે.

આ પહેલા, આગામી 36 કલાકમાં ચક્રવાત બિપરજોય તેજ થવાની ધારણાની સાથે હવામાન વિભાગે માછીમારોને સલાહ આપી હતી કે તેઓ કેરળ, કર્ણાટક અને લક્ષદ્રીપના દરિયામાં જશો નહી. કેરળના જે જિલ્લામાં શુક્રવારે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, તેમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ, ઇડુક્કી,કોઝિકોડ અને કન્નૂરનો સમાવેશ થાય છે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે આગામી 3 દિવસ સુધી 100 કિ.મીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં વિમાન દ્રારા નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર, જામનગર, અમરોલી, માંગરોળ, ઉના, પોરબંદર, વલસાડ, નવસારી અને દ્રારકાના દરિયામાં જબરદસ્ત અંડર કરંટ જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp