10 રૂપિયાની ફ્રીની ફ્રૂટીની લાલચ..’ આ રીતે પકડાઈ 8.5 કરોડ ચોરી કરનારી ડાકુ હસીના

PC: twitter.com

પંજાબના લુધિયાનામાં થયેલી 8 કરોડ અને 49 લાખ રૂપિયાની ચોરીની માસ્ટર માઇન્ડ ‘ડાકુ હસીના’ મનદીપ કૌર ઉર્ફ મોના પંજાબ પોલીસની કસ્ટડીમાં આવી ગઈ છે. તે ઉત્તરાખંડના ચમોલી સ્થિત હેમકુંડ સાહિબ પર માથું ટેકવવા માટે ગઈ હતી. સાથે તેનો પતિ પણ હતો. આ મામલે 5 આરોપીઓની પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે અને તેમની પાસેથી 5 કરોડ 96 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર મનદીપ સિંહ સિદ્ધુએ જણાવ્યું કે, સૂચના મળી હતી કે બંને નેપાળના માર્ગે વિદેશ ભાગી શકે છે, પરંતુ લુકઆઉટ નોટિસ જાહેર થવાના કારણે તેઓ સફળ ન થઈ શક્યા. તેમની પાસેથી 21 લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. સાથે જ તેમના સાથી ગૌરવ ઉર્ફ ગુલશનની પણ ગિદડબાહાથી ધરપકડ કરવામાં આવી. અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 8 કરોડ 49 લાખ રૂપિયાની રકમમાંથી અત્યાર સુધી કુલ 5.96 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

કેશ વેન ચોરી કર્યા બાદ ફરાર થયેલી મનદીપ કૌર ઉર્ફ મોના હેમકુંડ સાહિબ પર માથું ટેકવવા માટે પહોંચી હતી. પોલીસને તેની બાબતએ જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસે મોનાને પકડવા માટે ફ્રૂટીની ફ્રી સેવા જાળ બિછાવી હતી. મોના આ જ ફ્રૂટીને લેવા માટે રોકાઈ અને પકડાઈ ગઈ. આ મામલે વધુ જાણકારી આપતા પોલીસ કમિશનર મનદીપ સિંહ સિદ્ધુએ કહ્યું કે, મોના પોતાના પતિ જસવિન્દર સિંહ સાથે હેમકુંડમાં એટલે ગઈ હતી કે તેની કેશ વેન ચોરીનો પ્લાન સફળ થઈ ગયો હતો. બંનેને હેમકુંડથી પરત ફરતી વખત પકડી લેવામાં આવ્યા. તેમની પ્લાનિંગ હેમકુંડથી કેદારનાથ અને હરિદ્વાર જવાની પણ હતી.

શું છે આખો મામલો?

10 જૂનની રાત્રે લગભગ દોઢ વાગ્યે હથિયારધારી લોકોએ લુધિયાણાના ન્યૂ રાજગુરુ વિસ્તારમાં CMS સિક્યોરિટીઝની એક કેશ વેન ચોરી કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, વેનમાં 8 કરોડ 49 લાખ રૂપિયા હતા. પોલીસને લુધિયાણાથી 20 કિલોમીટર દૂર મુલ્લાપુર ગામમાં કેશ વેન લાવરિશ અવસ્થામાં મળી હતી. તેમાંથી તેજધાર હથિયાર અને 2 બંદૂક પણ પોલીસે જપ્ત કરી હતી. આરોપીઓને પકડવા માટે લુધિયાણા પોલીસે સાઇબર ટીમની મદદ લેતા વેનનું GPS ટ્રેક કર્યું હતું અને વિસ્તારના મોબાઈલ ટાવરની પણ ડિટેલ કાઢી હતી.

ટીમને તેનાથી લીડ મળી હતી અને ચોરીની આ ઘટનાને અંજામ આપનાર 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમની પાસેથી 5 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી લેવામાં આવી હતી. જો માસ્ટર માઇન્ડ મોના અને તેના પતિ સહિત 5 લોકો ફરાર હતા. સોશિયલ મીડિયા પર મોનાનો 500-500ની નોટોની થોકડીઓ સાથેનો વીડિયો પણ પોલીસને મળ્યો હતો. પોલીસ સતત તેની મૂવમેન્ટને ટ્રેક કરી રહી હતી અને પછી મોનાને તેના પતિ સહિત ધરપકડ કરી લેવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp