Dailyhunt ,OneIndia લોકોની સુરક્ષા વધારવા માટે દિલ્હી પોલીસ સાથે મળીને કામ કરશે

PC: oneindia.com

Dailyhunt,OneIndiaએ દિલ્હી પોલીસ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. Dailyhunt એ ભારતનું અગ્રણી લેંગ્વેજ કન્ટેન્ટ ડિસ્કવરી પ્લેટફોર્મ છે છે, જ્યારે OneIndia એ દેશનું પ્રાદેશિક ભાષાઓનું પોર્ટલ છે. Dailyhunt,OneIndia બે વર્ષના સહયોગ દરમિયાન દિલ્હી પોલીસને સાયબર સુરક્ષા, મહિલા સુરક્ષા, માદક દ્રવ્યોના દુરુપયોગ અને આવા અન્ય સામાજિક મુદ્દાઓ સામે જાગૃતિ લાવવાના પ્રયાસોમાં તેના પ્લેટફોર્મના વિશાળ વાચક/દર્શક આધારનો લાભ ઉઠાવવામાં સક્ષમ બનાવશે.

આ ભાગીદારીનો હેતુ નાગરિકોની સુરક્ષા અને સુરક્ષા સંબધિત મહત્ત્વપૂર્ણ જાણકારી કોઇ પણ અડચણ વગર પહોંચાડીને નાગરિકોને સશક્ત બનાવવાનો છે. Dailyhunt પોતાના પ્લેટફોર્મ પર પોલીસની પ્રોફાઇલ લોન્ચ કરશે અને સાથે વાચકો-દર્શકો ખાસ કરીને યુવા વર્ગની એક વિશાળ શ્રુંખલાને જોડવા માટે વિડીયો, શેર કાર્ડ, યાદી, લાઈવ સ્ટ્રીમ જેવા નવીન ફોર્મેટનો લાભ ઉઠાવશે.

તો OneIndia સાયબર સુરક્ષા, મહિલા સુરક્ષા, માદક દ્રવ્યોના દુરુપયોગ અને આવા અન્ય સામાજિક મુદ્દાઓ સંબધિત લેખ, ઇન્ફોગ્રાફીક્સ અને વીડિયો જુદી જુદી ભાષાઓમાં પબ્લિશ કરશે. આને કારણે પ્રાદેશિક વાચકો અને દર્શકોની વચ્ચે વધારે પ્રભાવ અને પહોંચ સુનિશ્ચિત થઇ શકશે.

એટર્નો ઇન્ફોટેકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાવણન એનએ જણાવ્યું હતું કે, અમને અમારા પ્લેટફોર્મ પર દિલ્હી પોલીસ હોવાનો ખૂબ જ ગર્વ છે અને અમારા સહયોગને વધુ મજબૂત કરવા માટે અમે આતુર છીએ. અમે સાથે મળીને દિલ્હી પોલીસ અને સમાજ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા અને જાહેર સુરક્ષા માટે મહત્વપૂર્ણ માહિતીની ઍક્સેસને લોકશાહી બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. નાગરિકોને સશક્ત બનાવવા અને જોડવા માટે Dailyhunt અને OneIndia ભાગીદારી ની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને એ રીતેસુરક્ષિત અને વધુ માહિતગાર સમાજને પ્રોત્સાહન પુરુ પાડશે.

દિલ્હી પોલીસના PRO DCP સુમન નલવાએ જણાવ્યું હતું કે, આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા, અમારો હેતુ નાગરિકો, ખાસ કરીને યુવા પેઢી સાથે દિલ્હી પોલીસના જોડાણને મજબૂત કરવાનો છે. Dailyhunt અને OneIndia વિશાળ યૂઝર બેઝને જોતા  અમે ઇનોવેટીવ એંગેજમેન્ટ ફોર્મેટને એક્સપ્લોર કરવા, પ્રભાવશાળી સંદેશો આપવા અને અમારી ડિજિટલ હાજરીને મજબુત કરવાની અપેક્ષા રાખીએ છીએ. અમને એ પણ લાગે છે કે આ બંને પ્લેટફોર્મના સહયોગથી અમે મહત્ત્વપૂર્ણ સુચનાઓ કોઇ પણ જાતની અડચણ વગરની પહોંચનને સફળતાપૂર્વક સરળ બનાવીશું અને યૂઝર્સ સાથે સાર્થક ચર્ચાઓને પ્રોત્સાહન આપીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp