દરભંગામાં બે કોમ વચ્ચે અથડામણ, મંદિર સામે ધ્વજ લગાવાતા વાત વણસી

PC: aajtak.in

દરભંગામાં મોહરમ પહેલા બે કોમ વચ્ચે નજીવી બાબતે તણાવ વધી ગયો હતો. વાસ્તવમાં, મબ્બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મંદિરની સામે ધાર્મિક ધ્વજ લગાવવામાં આવ્યા બાદ ગુસ્સે થયેલા લોકોએ  બીજી કોમ સાથે અથડામણ કરી. આ દરમિયાન બંને પક્ષે મારામારી અને પથ્થરમારો શરૂ થયો હતો. SSP ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને ભગાડીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

બિહારના દરભંગામાં મોહરમ પહેલા મંદિરની સામે ધાર્મિક ધ્વજ લગાવવામાં આવતા હંગામો થયો હતો. શહેરના મબ્બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવધારા ચોક પાસે મોહરમ નિમિત્તે એક મંદિર પાસે ધાર્મિક ધ્વજ લગાવવામાં આવ્યો હતો.

એક કોમ મંદિર પાસે ધાર્મિક ધ્વજ લગાવવાનો વિરોધ કરી રહી હતી, વિરોધને જોઇને ધ્વજને તાત્કાલિક ત્યાથી ઉતારીને રસ્તાની  બીજી તરફ લગાવવા લોકો અડી ગયા હતા.આ મુદ્દે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ લોકોએ એકબીજા પર હુમલો કરવા માંડ્યો હતો.

બોલાચાલીથી શરૂ થયેલી વાત વણસી ગઇ હતી અને બનેં બાજુએ સેંકડો લોકો એક બીજા પર લાઠી, ડંડા.ઇંટ, પથ્થર ઉપરાંત કાચની બોટલો જે હાથમાં આવ્યું તેનાથી હુમલો કરી દીધો હતો. કલાકો સુધીમાં તો આખો વિસ્તાર જાણે રણભૂમિમાં પરવિર્તિત થઇ ગયો હતો. મામલાની ગંભીરતા પારખીને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લોકોને ત્યાંથી ભગાડ્યા હતા એ પછી સ્થિતિ નિયંત્રણમાં આવી હતી.

આ દરમિયાન મબ્બી પોલીસના ઇન્ચાર્જને ઇંટ વાગી જતા તેઓ ઘાયલ થયા હતા. આખી ઘટનામાં ઘણા લોકોને ઇજા થઇ હતી અને દુકાનોને પણ મોટું નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. કેટલાંક વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી. તોફાનીઓએ ઘટનાનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીનઓને પણ નહોતા છોડ્યા. કેટલાંક મીડિયાકર્મીને પણ ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

મામલો વણસે તે પહેલા દરભંગાના  ASP અવકાશ કુમાર પોલીસ ફોર્સ લઇને જાતે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ASP અવકાશ કુમાર હેલ્મેટ પહેરીને જાતે મેદાનમાં ઉતરી ગયા હતા અને તોફાનીઓને ભગાડ્યા હતા. પોલીસના કાફલાને કારણે મામલો ભલે અત્યારે શાંત પડી ગયો છે, પરંતુ બંને પક્ષે ભારેલો આગ્નિ છે. આ ઘટનાની પૃષ્ટિ ASP અવકાશ કુમારે કરી છે.

ઘટના અંગે ASP અવકાશ કુમારે કહ્યું કે ધાર્મિક ધવ્જ લગાવવા બાબતે વિવાદ ભડક્યો હતો. એ પછી બંને પક્ષો આમને સામને આવી ગયા હતા. અત્યારે સ્થિતિને નિયંત્રણમાં કરી લેવામાં આવી છે. તાત્કાલિક બંને પક્ષોને અલગ કરી દેવામાં આવ્યા છે. હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp