પત્ની બનીને દીકરીએ પિતાના પેન્શનના 12 લાખ રૂપિયા વાપર્યા, 10 વર્ષ પછી જેલ પહોંચી

PC: aajtak.in

એટાના અલીગંજમાં 10 વર્ષ સુધી એક દીકરી પેન્શનના કાગળોમાં હેરાફેરી કરીને પોતાના પિતાના પેન્શનના પૈસા લેતી રહી. પિતાનું વર્ષ 2013માં અવસાન થયું છે. માતાનું અવસાન તો તેના પહેલાં જ થઇ ગયું હતું. પિતાના અવસાન પછી પુત્રીએ અત્યાર સુધીમાં સરકાર પાસેથી 12 લાખ રૂપિયા લઇ ચુકી છે. પરંતુ હાલ તે જેલમાં બંધ છે. આ મામલે આગળની કાર્યવાહી ચાલુ છે.

ઉત્તર પ્રદેશના એટામાં એક ચાલાક પુત્રીએ પોતાના પિતાના અવસાન થયા પછી વર્ષો સુધી તેના પેન્શનના પૈસા પર મોજ કરતી હતી. જ્યારે જિલ્લા પ્રશાસને આ અંગેની તપાસ કરાવી તો તેની ધરપકડ કરવામાં આવી. મહિલાને કોર્ટમાં રજૂ કર્યા પછી જેલમાં મોકલી દેવામાં આવી છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે.

આ મામલો અલીગંજ તાલુકાના કુંચાદાયમ ખાન મોહલ્લાનો છે. અહીં રહેતા વિઝારત ઉલ્લાહ ખાન 30 નવેમ્બર 1987ના રોજ લેખપાલના પદ પરથી નિવૃત્ત થયા હતા. આ દરમિયાન વિઝારત ઉલ્લાહ ખાનની બેગમ સાવિયાનું થોડા વર્ષો પછી અવસાન થયું. ત્યાર પછી 2 જાન્યુઆરી 2013ના રોજ વિઝારતનું પણ નિધન થયું હતું.

પરંતુ તેમની પુત્રી મોહસિના પરવેઝ પત્ની ફારૂક અલીએ પેન્શન ફોર્મમાં પોતાને વિઝારતની બેગમ બતાવીને તેમનું પેન્શન લેવાનું શરૂ કર્યું. 10 વર્ષ સુધી કોઈને તેની ખબર પણ પડી નહીં. પરંતુ જૂઠ ક્યારેક તો પકડાઈ જાય છે. મોહસિના સાથે પણ કંઈક આવું જ થયું. આ બાબત ડેપ્યુટી કલેક્ટર માનવેન્દ્ર સિંહના ધ્યાન પર આવી હતી. ત્યાર પછી તેમણે મામલાની તપાસ હાથ ધરી હતી.

તપાસમાં જાણવા મળ્યું હતું કે, મોહસિનાએ પેન્શન ફોર્મમાં સવિયા બેગમ તરીકે દર્શાવીને સરકારના પૈસાનો દુરુપયોગ કર્યો છે. વાસ્તવમાં, રજિસ્ટ્રાર કાનુનગો રાજ કપૂરે આ અંગે અલીગંજ કોતવાલીમાં FIR નોંધાવી હતી. ઉપરોક્ત કેસમાં પોલીસે મોહસીના સામે ચાર્જશીટ દાખલ કરી હતી. મહિલા લાંબા સમયથી ફરાર હતી, જેની પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલી આપી હતી.

આરોપી મહિલાએ અત્યાર સુધીમાં સરકાર પાસેથી પેન્શનના 12 લાખ રૂપિયા લઇ ચુકી છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, સરકારી આદેશ અનુસાર, એવા સરકારી કર્મચારીઓ કે જે, સેવા દરમિયાન મૃત્યુ પામેલા હોય તેમના આશ્રિતોને વધારાના દરે ફેમિલી પેન્શન મળે છે. આ દ્વારા તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે, આશ્રિતોને સન્માનજનક જીવન જીવવાની અને કોઈપણ પ્રકારનું સમાધાન કર્યા વિના તેમના જીવનધોરણને જાળવી રાખવાની સુવિધા છે. પરંતુ કેટલાક લોકો આ સુવિધાનો ગેરલાભ લે છે અને લાલચમાં આવીને સંબંધોની ગરિમાને બાજુ પર રાખીને સરકાર સાથે પણ છેતરપિંડી કરતા અચકાતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp