માર્ગ અકસ્માતમાં દીકરીનું મોત, તેરમાની વિધિ પર 40 હેલમેટનું વિતરણ કર્યું

PC: livehindustan.com

સરકાર અને કોર્ટ હેલ્મેટ અંગે કડક છે, છતાં લોકો બાઇક ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ કરતા નથી. કોર્ટે હવે બાઈક પર પાછળ બેસવાવાળા માટે પણ હેલ્મેટ ફરજિયાત કરી છે, પરંતુ લોકો હજુ પણ હેલ્મેટ વગર જ ઝડપભેર દોડી રહ્યા છે. પરંતુ હેલ્મેટ ન પહેરવાને કારણે રોડ અકસ્માતમાં પુત્રીનું મોત થતાં સ્વજનોએ તેની તેરમીએ નવો દાખલો બેસાડ્યો હતો. તાજેતરમાં, મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના ઝીરન્યા ગામમાં એક યુવતી તેના ભાઈ સાથે બાઇક પર જઈ રહી હતી. રસ્તામાં અકસ્માત થયો. જેમાં પાછળ બેઠેલી યુવતીને માથાના ભાગે ઈજા થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાની યુવતીના પરિવારજનો પર એટલી અસર થઈ કે, તેઓએ તેની તેરમીના દિવસે મૃત્યુભોજ ન આપીને લોકોનો જીવ બચાવવા માટે 40 હેલ્મેટનું વિતરણ કર્યું અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો સંદેશ આપ્યો, જેથી કરીને અન્ય લોકોના જીવ બચાવી શકાય.

ઝીરન્યામાં એક 40 વર્ષની વિકલાંગ યુવતીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. સંબંધીઓનું માનવું છે કે, જો મુસાફરી દરમિયાન બાઇક સવાર અને પોતે હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ યુવતીનું મૃત્યુ ન થયું હોત. ભવિષ્યમાં કોઈ માતાનું સંતાન કાળનો કોળિયો ન બને, કોઈના ભાઈની બહેન અને બાપની દીકરી અને ઘરનો દીપક ઓલવાઈ ન જાય, તે માટે પરિવારજનોએ સમાજને સંદેશ આપવા માટે મૃત્યુભોજનું આયોજન કરવાને બદલે યુવતીની તેરમીએ હેલ્મેટનું વિતરણ કર્યું હતું.

સંબંધી મંગલેશ પંવારે જણાવ્યું કે, તેની બહેન રેખા અપરિણીત વિકલાંગ હતી. પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે સિલાઈકામ કરતી હતી. સિલાઈ મશીન ખરાબ થઇ જતાં તે સિલાઈ મશીન રિપેર કરાવવા માટે તેના ભાઈ સાથે બાઇક પર ખંડવા જઈ રહી હતી. અભાપુરી ગામ પાસે વાહનની સામે અચાનક કોઈ પશુ આવતા રેખાએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું, જેના કારણે નીચે પડી જવાથી તેણીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને ખંડવાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેની ગંભીર હાલતને કારણે તેને ઈન્દોર MY હોસ્પિટલમાં રિફર કરવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન રેખાનું મોત થયું. રેખાના તેરમીના કાર્યક્રમમાં મૃત્યુભોજ ન કરાવીને સંબંધીઓએ 40 હેલ્મેટનું વિતરણ કર્યું હતું. રેખાના ભાઈ મંગલેશ પંવારનું કહેવું છે કે, પરિવારની એક સભ્ય માર્ગ અકસ્માતમાં ખોવાઈ ગઈ હતી અને તે અકસ્માતમાં મૃત્યુનું કારણ માથામાં ઈજા હતી. જો રેખાએ હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ આજે તે જીવતી હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp