દીકરી પ્રેમી સાથે ભાગી જતા પરિવારે તેની તેરમીનો શોક સંદેશ વાયરલ કરી દીધો

PC: aajtak.in

રાજસ્થાનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની એક યુવતી જ્યારે તેના પ્રેમી સાથે ભાગી ગઈ ત્યારે પરિવાર ગુસ્સે થઈ ગયો અને એક શોક પત્રિકા છપાવી. આટલું જ નહીં, યુવતીના પરિવારજનોએ પ્રેતભોજનનું પણ આયોજન કર્યું છે. સોશિયલ મીડિયા પર પરિવારના સભ્યો દ્વારા છપાયેલ શોક સંદેશ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પરિવારે 13 જૂનના રોજ પ્રેતભોજન સમારોહનું આયોજન કર્યું છે.

આ મામલો રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના મંગરૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રતનપુરા ગામનો છે. અહીં એક યુવતી તેની જ જ્ઞાતિના પ્રેમી છોકરા સાથે ભાગી ગઈ હતી. પરંતુ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને પોલીસે છોકરીને શોધી કાઢી હતી. પોલીસ છોકરીને ઘરે લઈ આવી હતી પરંતુ છોકરીએ તેના પરિવારજનોને ઓળખવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી પરિવારજનો તેના પર ગુસ્સે થઇ ગયા અને તેને મરી ગયેલી માની લીધી હતી.

આ પછી, પરિવારે પુત્રીના નામે એક શોક સંદેશ છપાવીને તેના ઓળખીતા મિત્રો અને સગા સંબંધીઓને મોકલી આપ્યો છે. 13 દિવસ પછી, છોકરીનો પ્રેતભોજન સમારોહ રાખવામાં આવ્યો છે. શોક સંદેશમાં એવું લખવામાં આવ્યું છે કે, 'અત્યંત દુ:ખ સાથે જણાવવામાં આવે છે કે, નારાયણલાલજીની સુપૌત્રી અને ભૈરુલાલ લાઠીજીની સુપુત્રી સુશ્રી પ્રિયા જાટનું 1 જૂન, 2023ના રોજ નિધન થયું છે, જેમની પીહર ગૌરણી શનિવાર, 13 જૂન, 2023ના રોજ સવારે 9 વાગ્યે રાખવામાં આવ્યું છે, તો પધારસો, સંવત 2080!'

અહીં તમને જણાવી દઈએ કે, શોક સંદેશ પર કાર્યક્રમનું સ્થળ પણ લખવામાં આવ્યું છે. અહીં તમને બતાવી દઈએ કે, જ્યારે છોકરી ઘરેથી ભાગી ગઈ હતી, ત્યારે પરિવારના સભ્યોએ હમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી, ત્યારપછી પોલીસ સક્રિય થઈ ગઈ હતી. પરંતુ હવે પરિવારે જ પોતાની પુત્રીનો શોક સંદેશો છપાવી દીધો છે.

સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. મનીષ ચૌધરી નામના યુવકે ટ્વિટ કર્યું, 'ભીલવાડાના રતનપુરા ગામમાં ભેરુલાલ જી લાઠીની સુપુત્રી પ્રિયા જાટ 18 વર્ષની થતાં જ તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ. અને પોલીસ સ્ટેશનમાં તેના માતા-પિતા વિષે જણાવ્યું કે, હું તેમને ઓળખતી નથી. આ પછી પરિવારે તેમના શોક સંદેશાનું વિતરણ કર્યું. ખૂબ જ સારી પહેલ, આવા બાળકો માટે આ જ સારું છે.'

બીજી તરફ અમૃતવાણી ચૌધરીએ કહ્યું, 'આ ખોટું છે, માતા-પિતાએ છોકરીને મળવું જોઈએ અને તેને સમજાવવું જોઈએ. મને લાગે છે કે તે છોકરી પરિપક્વ નથી અને તેણે ખોટું પગલું ભર્યું છે. પરંતુ માતા-પિતા તો પરિપક્વ છે. તેને ભવિષ્યમાં આવનાર દરેક સાચી અને ખોટી પરિસ્થિતિ વિશે સમજાવવું જોઈએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp