સાસુ રીલ્સ જોવામાં પૂરા કરી દે છે ડેટા..., પોલીસે આ રીતે ઉકેલ્યો સાસુ-વહુનો ઝઘડો

PC: in.mashable.com

ઉત્તર પ્રદેશના સહરાનપુરથી ખૂબ જ અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહી એક વહુ પોતાની સાસુ સાથે માત્ર એ વાતને લઈને એટલી પરેશાન થઈ ગઈ કે તે તેના મોબાઈલનો આખો ઈન્ટરનેટ ડેટા પૂરા કરી દેતી હતી. એટલું જ નહીં, નોબત અહી સુધી આવી ગઈ કે વહુ ઘર છોડીને પિયર જવા લાગી. તેના પાડોશમાં રહેતા પોલીસકર્મીને આ વાત ખબર પડી તો તેઓ બંને સાસુ વહુને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા. ત્યાં પોલીસકર્મીએ તેમને ઘણા સમય સુધી સમજાવ્યા અને મામલો થાળે પાડ્યો.

મીડિયા રિપોર્ટ મુજબ, સહારનપુરમાં એક પરિવારમાં સાસુ, વહુ અને દીકરો રહે છે. દીકરો દિવસમાં કામ પર જતો રહે છે અને ઘરમાં સાસુ વહુ જ રહી જાય છે. જાણકારો મુજબ, વહૂનો આરોપ છે કે તે દિવસભર ઘરના કામમાં વ્યસ્ત રહે છે અને તેની સાસુ આખો દિવસ ફોન ચલાવતી રહે છે. જેથી તેને એક દિવસમાં મળતા મોબાઈલ ઈન્ટરનેટ ડેટા રાત થતા થતા સમાપ્ત થઈ જાય છે. વહૂનું કહેવું છે કે, જ્યારે ફોન પર તે કંઈક જોવા માગે છે તો ખબર પડે છે કે મોબાઇલમાં તો ડેટા જ નથી.

તેણે જણાવ્યું કે, આ વાતને લઈને તેની સાસુ સાથે ઘણી વખત બહેસ પણ થઈ, છતા સાસુએ મોબાઈલ ચલાવવાનો બંધ ન કર્યો. તે દિવસભર રીલ્સ જોતી રહી. પછી એક દિવસે પરેશાન થઈને તે ઘર છોડીને પિયર જવા લાગી. આ વાતની જાણકારી જ્યારે પાડોશમાં રહેતા પોલીસકર્મીને મળી તો તેમણે વહુ, દીકરા અને સાસુ ત્રણેયને સાથે બેસાડ્યા. તેમને ઘણા સમય સુધી સમજાવ્યા. પછી નક્કી થયું કે સાસુ આખો દિવસ મોબાઈલ નહીં ચલાવે. તો વહુ પણ તેને ફોન ઉપયોગ કરવા દેશે. આ પ્રકારે પોલીસકર્મીએ મધ્યસ્થતાથી મામલો ઘરમાં જ થાળે પડી દીધો.

એક મીડિયા રિપોર્ટ મુજબ મહિલાએ કહ્યું કે, પહેલા તેની ફરિયાદ પતિને કરી. પતિ સાથે આ વાતને લઈને ઝઘડો પણ થયો. તેણે પતિને કહ્યું હતું કે, તે તેને ઘરના મોબાઈલથી અલગ એક અનલિમિટેડ ડેટાવાળો મોબાઈલ લાવીને આપે, પરંતુ મોબાઈલ ન આપી શકે તો અલગ મકાન લઈને રહે. પતિએ મહિલાની બંને જ માગ ન માની. ત્યારે બંને વચ્ચે વિવાદ વધી ગયો. ત્યારબાદ મહિલા સાસુ અને પતિ વૃદ્ધ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. મહિલાએ પોલીસને ઈન્ટરનેટ ડેટાવાળી ફરિયાદ કરી, તો સાસુ અને પતિ વિરુદ્ધ કરિયાવર માગવાનો પણ આરોપ લગવ્યો. ત્યારબાદ પોલીસે મહિલા, તેના પતિ અને સાસુ ત્રણેય વચ્ચે કાઉન્સેલિંગ કરાવીને સમજૂતી કરવી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp