માતાની લાશ અને પિતાનો ફોટો બેગમાં ભરીને દીકરી પોલીસ સ્ટેશન પહોંચી

બેંગલુરુથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવતી પોતાની જ માતાની હત્યા કરીને ટ્રોલી બેગમાં ભરીને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને કહ્યું હતું કે, મેં જ મારી માતાની હત્યા કરી છે, મારી ધરપકડ કરી લો. આ જોઇને પોલીસના હોંશ ઉડી ગયા હતા.
બેંગલુરુમાં, એક મહિલાએ કથિત રીતે તેની માતાની હત્યા કરી, મૃતદેહને બેગમાં ભરીને પોલીસ પાસે પહોંચી હતી.ત્યાં મહિલાએ તેની માતાની હત્યા કરવાની જાણકારી આપીને પોતાને સરેન્ડર કર્યું હતું. આરોપી મહિલાનું નામ સેનાલી સેન છે. તે કોલકાતાની રહેવાસી છે અને છેલ્લા છ વર્ષથી બેંગલુરુમાં રહે છે. હત્યા બાદ તેણે માતાની લાશને ટ્રોલી બેગમાં ભરી દીધી હતી.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આ ઘટના બેંગલુરુના બિલેકાહલ્લીમાં NSR ગ્રીન એપાર્ટમેન્ટમાં બની હતી. આરોપી સેનાલી સેન અહીં તેની માતા બિવા પાલ સાથે રહેતી હતી. સેનાલી અગાઉ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરતી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી તે બેરોજગાર હતી અને ઘરે જ રહેતી હતી.
આ અંગે માહિતી આપતા વિસ્તારની માઈકો લેઆઉટ પોલીસે જણાવ્યું કે,12 જૂને, મૃતદેહને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. મૃતકની પુત્રી સેનાલી સેન સામે IPC કલમ 302 સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર સેનાલીની માતા અને તેના સાસરિયાઓ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે બિવા પાલે અગાઉ સેનાલીને કહ્યું હતું કે તે તેના સાસરિયાઓ દ્વારા કથિત ત્રાસને કારણે ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવા માંગે છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ એક સીનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે, આ બધાથી તંગ આવીને સેનાલી સેને સોમવાર, 12 જૂને સવારે પોતાની માતાને લગભગ 20 જેટલી ઉંઘની ગોળીઓ ખવડાવી દીધી હતી.જ્યારે બિવા પાલે પેટમાં દુખાવાની ફરિયાદ કરી તો સેનાલીએ માતાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. પછી માતાના મૃતદેહને પોતાના દિવગંત પિતાની તસ્વીર સાથા ટ્રોલી બેગમાં ભરીને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને કહ્યું હતું કે, મેં મારી માતાની હત્યા કરી છે.
થોડા દિવસો પહેલા બેંગલુરુમાં એક યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો હતો. તેના બોયફ્રેન્ડ પર હત્યાનો આરોપ હતો. મૃતકનું નામ આકાંક્ષા છે અને તે તેલંગાણાના ગોદાવરી ખાનીની રહેવાસી હતી. આકાંક્ષા નોકરીના સંબંધમાં બેંગલુરુમાં રહેતી હતી. તે 29 વર્ષના અર્પિત ગુરિજાલા સાથે રિલેશનશિપમાં હતી. 6 જૂનની સાંજે જ્યારે તેની રૂમમેટ ઓફિસેથી પરત આવી ત્યારે આકાંક્ષાની લાશ એપાર્ટમેન્ટમાંથી મળી આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp