'દીકરી ક્યારેય સંબંધ નહીં બાંધે..',વિદાય પહેલા 'સસરા'ની 3 શરત સાંભળી વર ચોંક્યો

PC: up.punjabkesari.in

લગ્નની વિધિઓ કરવામાં આવી રહી હતી. ઢોલ નગારા વાગી રહ્યા હતા. જયમાલાની વિધિ પણ કરવામાં આવી હતી અને વર-કન્યાએ સાત ફેરા પણ લઇ લીધા હતા. આ પછી કન્યા વિદાયનો સમય હતો. તે જ સમયે, કન્યાના પિતાએ ત્રણ શરતો મૂકી હતી, જે વરરાજાએ સ્વીકારવાની ના પાડી. આ પછી કન્યાએ પણ વર સાથે જવાની ના પાડી દીધી.

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાંથી લગ્ન સાથે જોડાયેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વિદાય વખતે દુલ્હનના પિતાએ વરરાજા અને તેના પરિવારની સામે આવી 3 શરતો મૂકી, જેને સાંભળીને બંને ચોંકી ગયા. જેમાં એક શરત એવી હતી કે વર-કન્યા વચ્ચે શારીરિક સંબંધ નહિ બંધાય.

હકીકતમાં ઝાંસી જિલ્લાના બરુઆસાગર પોલીસ સ્ટેશન વિસ્તારના સિનૌરાના રહેવાસી માનવેન્દ્રના લગ્ન ગુરસરાયમાં રહેતી એક યુવતી સાથે નક્કી થયા હતા. 6 જૂને જાન નીકળવાની હતી. આ અંગે માનવેન્દ્રના ઘરમાં ખુશીનો માહોલ હતો. એ દિવસ પણ આવી ગયો જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

કન્યા તેના માનેલા પિતા અને બહેન સાથે બરુઆસાગરમાં આવેલા મેરેજ હોલમાં પહોંચી હતી. ઢોલ-નગારા સાથે જાન પણ મેરેજ હોલ સુધી પહોંચી હતી. અહીંયા તિલક, વરમાળા અને સાત ફેરા જેવી તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. આ પછી કન્યા વિદાયનો સમય આવ્યો. વરરાજા પક્ષ વિદાયની તૈયારીમાં વ્યસ્ત હતો, ત્યારે જ કન્યાએ તેના સાસરે જવાની ના પાડી દીધી.

તેનું કારણ એ હતું કે, કન્યાના માનેલા પિતાએ વરરાજા અને તેના પિતાની સામે ત્રણ શરતો રાખી હતી. આમાં પહેલી શરત એ હતી કે વર-કન્યા વચ્ચે શારીરિક સંબંધ નહીં બંધાય. બીજી શરત એ હતી કે કન્યા તેની નાની બહેનને તેની સાથે તેના સાસરે લઈ જશે.

ત્રીજી શરત એ હતી કે, કન્યાનો માનેલો પિતા ગમે ત્યારે સાસરે જઈ શકશે અને તેમને કોઈ રોકશે નહિ. જ્યારે વરરાજાના પિતા અને વરરાજાએ આ ત્રણ શરતો સાંભળી તો તેઓએ તેને સ્વીકારવાની ના પાડી દીધી. આ પછી કન્યા ગુસ્સે થઈ ગઈ અને ડોલીમાં બેસીને સાસરે જવાને બદલે ગુરસરાય સ્થિત તેના પિતાના ઘરે નીકળી ગઈ.

લગ્ન તૂટ્યા બાદ વરરાજાએ જણાવ્યું હતું કે, તેના 6 તારીખે લગ્ન હતા. બધી વિધિ પતાવી છોકરી રૂમમાં નીકળી ગઈ. આ પછી તેના માનેલા પિતાએ આવીને ત્રણ શરતો કહી. જ્યારે ત્રણેય શરતોનો ઇનકાર કરવામાં આવ્યો ત્યારે કન્યા તેના પિતાના ઘરે નીકળી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp