બળદગાડી પર વરરાજો, ઊંટ અને ઘોડાઓ પર જાનૈયા, બિઝનેસમેનના દીકરાની નીકળી અનોખી જાન

PC: navbharattimes.indiatimes.com

લગ્નો દરમિયાન તમે ઘણી તસવીરો જોઈ હશે. કોઈમાં હેલિકોપ્ટરથી વરરજો, દુલ્હનને લેવા જાય છે, તો કોઈ લક્ઝરી ગાડીમાં દુલ્હનને લેવા લેવા જાય છે. હાલમાં જ એક એવા લગ્ન સામે આવ્યા છે જેમાં વરરાજા બળદગાડામાં બેસીને, જ્યારે જાનૈયા ઘોડાઓ અને ઊંટ પર બેસીને દુલ્હનને લેવા જાય છે. વરરજાનો પિતા પ્રહલાદ મીણા અમદાવાદમાં બિઝનેસ કરે છે. એવામાં દુલ્હનના પરિવારને આશા હતી કે વરરાજો મોટી મોટી ગાડીઓમાં આવશે.

રામગઢ પચવારા વિસ્તારના અમરાબાદના રહેવાસી ભામાશાહ પ્રહલાદ મીણાએ પોતાના દીકરા વિનોદની જાન બળદગાડાઓ, ઊંટ અને ઘોડાઓ પર કાઢી. હાલમાં તો ધામધૂમ બેંડવાજા કે ડી.જે. સાથે જાન નીકળે છે, જ્યારે અહીં ઓર્કેસ્ટ્રાની ચમક-ધમકથી દૂર પારંપરિક અંદાજમાં ઊંટ અને બળદગાડાઓ પર જાન કાઢવામાં આવી. જાન માટે ઊંટો અને ઘોડાઓને એ જ અંદાજમાં સજાવવામાં આવ્યા હતા.

એક સાથે સજેલી-ધજેલી 8 ઊંટ ગાડીઓ, 10 ઊંટ, 7 બળદગાડા, 10 ઘોડાઓ પર જાનૈયા બેઠા હતા. જાનૈયાનો ઉત્સાહ જોતા જ બનતો હતો. અનોખી જાનમાં સામેલ થયેલા જાનૈયાઓને ખૂબ આનંદ આવ્યો. તેઓ નાચતા-ગાતા જઈ રહ્યા હતા. જાન અમદાવાદથી રાયલમલપુરા પહોંચવામાં 3 કલાકનો સમાય લાગ્યો હતો. જાનૈયા તૈયાર થઈને ઊંટ ગાડીઓ, બળદગાડાઓ, ઊંટ અને ઘોડાઓ પર સવાર થઈને ગયા હતા.

આ લગ્ન બળદગાડાથી જ યાદગાર ન બન્યા, પરંતુ આ લગ્નઅને કરિયાવર મુક્ત પણ રાખવામાં આવ્યા હતા. એટલે વિનોદના પરિવારજનોએ માત્ર એક નારિયેળ અને એક રૂપિયો લીધો. બધા ઘરેણાં પણ પોતે જ લઈને પહોંચ્યા. વરરાજા વિનોદે જણાવ્યું કે, સમજમાં કરિયાવારની મોટી સમસ્યા છે, આ પરંપરાને તોડીને એક સારી શરૂઆત કરીશું. વરરાજાના પિતા પ્રહલાદ મીણાએ જણાવ્યું કે, જ્યારે અમે કન્યા પક્ષ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, અમે ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ અને ખેડૂતો વચ્ચે પશુઓનું મહત્ત્વ છે.

પહેલા બળદગાડાઓ પર જ જાન આવતી-જતી હતી. સમય સાથે હવે બધુ જ બદલાઈ ગયું. એટલે આ પરંપરાને યુવાઓમાં પરત લાવવા માટેની આ પહેલ છે. દુલ્હને કહ્યું કે, સાંભળતા હતા કે પહેલાના જમાનામાં જાન બળદગાડા પર આવતી હતી, આજે જ્યારે મારા લગ્નમાં જાનૈયા બળદગાડાથી આવ્યા તો અમને ખૂબ સારું લાગ્યું. દૂર દૂરથી લોકો જાનૈયાઓને જોવા માટે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp