બળદ કૂવામાં પડ્યો, બચાવવા માટે 9 લોકો ગયા, 6ના મોત, આખા ગામમાં શોક

ઝારખંડમાં એક બળદને બચાવવા માટે પ્રયાસ કરતા કરતા 6 લોકોના મોત થઈ. આ ઘટના ગુરુવાર 17 ઑગસ્ટના રોજ રાંચીથી 70 કિલોમીટર દૂર સિલ્લી પેટાવિભાગના મુરી ઓપી ક્ષેત્રના પિસ્કા ગામની છે. માર્યા ગયેલા બધા લોકો એક જ ગામના હતા. તેમના મોતના સમાચારથી આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, ગામમાં કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો હતો, જેથી માટી પોચી થઈ ગઈ. આ દરમિયાન ગુરુવારે સાંજે 04:00 વાગ્યે બળદ કૂવામાં પડી ગયો.
તેને બચાવવા માટે 9 લોકો કૂવામાં ઉતર્યા હતા. બધા લોકો દોરડાથી બળદને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અચાનક કૂવાની માટી ધસી ગઈ. તેનાથી બધા લોકો કૂવાના કાટમાળમાં દબાઈ ગયા. મોડી રાત સુધી બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં 3 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા, પરંતુ 6 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઘટના બાદ NDRFની ટીમ પહોંચી, પરંતુ સતત વરસાદ થવાના કારણે બચાવ અભિયાન રાત્રે 01:00 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું, જે શુક્રવારે 02:15 વાગ્યા સુધી ચાલી.
सिल्ली के मुरी क्षेत्र स्थित पिस्का गांव में कुंए में 5 लोगों की मरने की दुःखद खबर से मन व्यथित है।
— Hemant Soren (@HemantSorenJMM) August 17, 2023
परमात्मा दिवगंत आत्माओं को शांति प्रदान कर शोकाकुल परिवारजनों को दुःख की यह विकट घड़ी सहन करने की शक्ति दे।
બચાવ અભિયાનમાં વિક્રાંત માઝી નામના એક વ્યક્તિને બચાવવામાં આવ્યો. તેના માથાના ભાગે ઇજા થઈ છે. વિક્રાંતના પિતાનું આ અકસ્માતમાં મોત થઈ ચૂક્યું છે. વિક્રાંતે જણાવ્યું કે, ‘મારા પિતા ખાતામાં કામ કરી રહ્યો હતો. એ સમયે મારા નાના ભાઈએ તેમને જણાવ્યું કે, એક બળદ કૂવામાં પડી ગયો છે. એ સાંભળીને તે મદદ માટે ગયો. હું પણ તેની પાછળ પાછળ ગયો. ઘણા કલાકો બાદ મને બહાર કાઢી લેવામાં આવ્યો, પરંતુ મારા પિતા પાછા ન આવી શક્યા. પોલીસના જણાવ્યા મુજબ, બળદને બચાવવા માટે 5 લોકો કૂવામાં ઉતર્યા હતા અને 4 લોકો કૂવાની ઉપર હતા. માટી ધસી પડવાના કારણે બધા લોકો 40 ફૂટ નીચે દબાઈ ગયા.
રાંચી ગ્રામીણના SP એચ.બી. જામાએ કહ્યું કે, આ ઘટના બપોરે એક બળદ કૂવામાં પડ્યા બાદ થઈ. તેને બચાવવાના પ્રયાસમાં 9 લોકો કૂવાની અંદર ગયા, પરંતુ ત્યારે જ જમીનનો એક હિસ્સો પડી ગયો. ઘટના બાદ મુખ્યમંત્રી હેમંત સોરેને દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, સિલ્લીના મુરી વિસ્તાર સ્થિત પીસ્કા ગામમાં કૂવામાં લોકોના મોતના દુઃખદ સમાચારથી મન વ્યથિત છે. પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ પ્રદાન કરી શોકાંતુર પરિવારજનોને દુઃખની આ મુશ્કેલી સહન કરવાની શક્તિ આપે. રિપોર્ટ મુજબ, સ્થાનિક ધારાસભ્ય આજસૂ સુપ્રીમો સુદેશ મહતોએ મૃતકના પરિવારજનો માટે 5-5 લાખ રૂપિયા અને સરકારી નોકરીની માગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp