ગૌતસ્કરીના આરોપમાં 2 લોકોને જીવતા સળગાવી દેવાયા, બજરંગ દળના લોકો પર આરોપ
હરિયાણાના ભિવાનીમાં સળગેલી બોલેરોમાં 2 કંકાલ મળવાથી વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ. હવે આ અંગે મોટો ખુલાસો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ગૌતસ્કરીના આરોપમાં 2 લોકોને પહેલા મારવામાં આવ્યા અને પછી જીવતા સળગાવી દીધા. આ ઘટનાને અંજામ આપવાનો આરોપ બજરંગ દળ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો છે. મૃતકના પિતરાઇ ભાઇ ઇસ્માઇલે આ અંગે રાજસ્થાન પોલીસમાં FIR નોંધાવી છે. હરિયાણાના ભિવાનીમાં લોહારું પોલીસ સ્ટેશન વિસ્તારના બારવાસ ગામમાં પોલીસની ઘણી ટીમના ઉચ્ચ અધિકારી અને FSLની ટીમ ઘટનાસ્થળ પર તપાસ કરવા માટે પહોંચી હતી.
પોલીસની ટીમ ગાડીના ચેચિસ નંબરના આધાર પર બોલરોનું રજીસ્ટ્રેશન નંબર જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઘટનાસ્થળ પર ઉપસ્થિત પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સળગેલી ગાડી જોઇને ગ્રામજનોએ ડાયલ 112 પર સૂચના આપી દીધી હતી. આ દરમિયાન પોલીસ પાસે મૃતકોનો પિતરાઇ ભાઇ પહોંચ્યો અને તેણે ઘટનાની જાણકારી આપી ત્યારે પોલીસને ઘટનાની ખબર પડી અને હત્યાનો કેસ નોંધી લેવામાં આવ્યો છે. ભરતપુર જિલ્લામાં ભોપાલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘાટમીકાના રહેવાસી ખાલિદે ગોપાલગઢ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તેમાં તેણે કહ્યું કે, તેના પિતરાઇ ભાઇ જુનૈદ અને નાસિર 15 ફેબ્રુઆરીની સવારે લગભગ 5 વાગ્યે પોતાની બોલેરો ગાડી નંબર HR 28E 7763થી પોતાના કોઇ કામથી હરિયાણાના ફિરોઝાપુર ઝિરકા ગયા હતા. સવારે લગભગ 9 વાગ્યે એક ચાની દુકાન પર ચા પી રહ્યા હતા. ખાલિદે જણાવ્યું કે, તો એક અજાણ્યાએ જણાવ્યું કે આજે સવારે લગભગ 6:00 વાગ્યે 2 વ્યક્તિ એક બોલેરો ગાડીમાં બેસીને ગોપાલગઢના જંગલમાં જઇ રહ્યા હતા. તેમને 8-10 અજાણ્યા આરોપીઓએ ઢોર માર માર્યો છે, જે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.
મારામારી કરનારા લોકો જુનેદ અને નાસિરને તેમની જ બોલેરો ગાડી લઇ ગયા. ત્યારબાદ તેમને જીવતા સળગાવી દીધા. પીડિતે તરત જ પોતાના પિતરાઇ ભાઇ જુનેદ અને નાસિરને ફોન કર્યો તો બંનેના મોબાઇલ બંધ મળ્યા. ત્યારબાદ તેણે પરિવારજનોને ઘટના બાબતે જણાવ્યું. પરિવારજનો એક ગાડીથી ફિરોઝપુર મારી પાસે આવી ગયા. ત્યાંથી અમે જંગલમાં પહોંચ્યા તો ત્યાં કેટલાક વ્યક્તિ મળ્યા તેમજ ઘટનાસ્થળ પર તૂટેલા કાચ મળ્યા.
એ લોકોએ જણાવ્યું કે, 8-10 આરોપીઓએ 2 લોકોને ઢોર માર માર્યો. તેમની હાલત ગંભીર થઇ ગઇ હતી. ત્યારબાદ મારનારા લોકોએ જ તેમની બોલેરો ગાડીમાં બંનેનું અપહરણ કરીને લઇ ગયા. ઘટાનસ્થળ પર મળેલા લોકોને આરોપીઓના નામ પૂછવા પર તેમણે જણાવ્યું કે, કથિત રૂપે તેઓ બજરંગ દળના લોકો છે. ઘટનામાં પોલીસે અનિલ નિમૂલનાથ, શ્રીકાંત નિમરોડા, લોકેશ, રિન્કુ સેની અને મોનૂ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp