માતા-બહેનની સારવાર માટે કરૌલી આશ્રમ લાવ્યો હતો, ઝાડ સાથે લટકતુ મળ્યુ દીકરાનું શવ

PC: thelallantop.com

પશ્ચિમ બંગાળમાં રહેતો એક યુવક કાનપુરના કરૌલી આશ્રમ ગયો હતો, પોતાની મમ્મી અને બહેનની સારવાર કરાવવા માટે. 3 જુલાઈને સોમવારે આશ્રમથી અઢી કિલોમીટર દૂર તે યુવકનું શવ ઝાડ પર લટકતું મળી આવ્યું. પરિવારજનોનું કહેવુ છે કે, યુવક ડિપ્રેશનમાં હતો અને આ પહેલા પણ તે પોતાનો જીવ લેવાનો પ્રયત્ન કરી ચુક્યો હતો. મામલા પર આશ્રમ તરફથી પણ નિવેદન સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મૃતકનું નામ અજય ચૌહાણ (30) છે. તે પશ્ચિમ બંગાળના દિનાજપુરનો રહેવાસી હતો. તેની મમ્મી લલિતા અને બહેન રીના ચૌહાણની તબિયત સારી નહોતી. આથી તે તેમની સારવાર માટે કાનપુરમાં બિધનૂ વિસ્તારના કરૌલી આશ્રમમાં લઈ ગયો. પરંતુ, સોમવારે અચાનક અજયનું શવ આશ્રમથી થોડે દૂર સ્થિત પિપરાઇચમાં મળ્યું. ACP દિનેશ શુક્લાએ જણાવ્યું કે, શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ઘરના સભ્યોએ કોઇના પર આરોપ નથી લગાવ્યો.

પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં પણ આત્મહત્યાની વાત જ સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અજયને સોશિયલ મીડિયાના માધ્યમથી આશ્રમ વિશે જાણકારી મળી હતી. તે શનિવારે આશ્રમ પહોંચ્યો. પરિવારજનોએ જણાવ્યુ કે, રવિવાર 2, જુલાઈની સાંજે તે શૌચ માટે જવાની વાત કહીને આશ્રમમાંથી નીકળી ગયો અને પાછો ના આવ્યો. તેના પરિવારજનો અજયને શોધતા રહ્યા. પછી બીજા દિવસે તેમને અજયનું શવ મળવાની જાણકારી મળી.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અજયના શરીર પર ઇજાના નિશાન હતા અને તેના પગ પર લોહી લાગેલું છે. મૃતકની બહેન રીના ચૌહાણે જણાવ્યું હતું કે, તેનો ભાઈ પોતે પણ બીમાર રહેતો હતો. રીનાએ કહ્યું- તે ડિપ્રેશનનો શિકાર હતો. ખાવાનું કંઈ ખાતો ન હતો. અમે તેને સમજાવતા હતા પરંતુ, તે ચિંતિત રહેતો હતો. લાગે છે કે, આને કારણે જ તેણે સુસાઈડ કરી લીધુ.

મામલામાં કરૌલી આશ્રમના મીડિયા પ્રભારી બૃજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, અમારે આ મામલા સાથે કોઈ લેવા-દેવા નથી. કરૌલી આશ્રમથી ખૂબ જ દૂર જઇને તેણે સુસાઇડ કર્યું છે. મને ખબર નહોતી. પોલીસે જ અમને આ અંગે સૂચના આપી. તેઓ અમારે ત્યાં સારવાર કરાવવા આવ્યા હશે. અમને તેની જાણકારી નથી કારણ કે, અહીં દરરોજ હજારો લોકો આવે છે. અમને તેમના મોતનું દુઃખ છે.

આ વર્ષે માર્ચ મહિનામાં જ કાનપુરના કરૌલી આશ્રમમાં ઝારખંડથી આવેલા એક પરિવારના બે સભ્યોના ગાયબ થવાના સમાચાર સામે આવ્યા હતા. 24 જાન્યુઆરીએ આ પરિવાર માનસિક રૂપથી કમજોર દીકરાની સારવાર કરાવવા ત્યાં ગયો હતો. તેમણે કથિતરૂપથી નબળા દીકરાની સારવાર કરાવવા ત્યાં ગયા હતા. તેમણે કથિતરીતે દોઢ લાખનો હવન પણ કરાવ્યો. 26 જાન્યુઆરીએ જ એ જ દીકરો અને બીજા દિવસે તેના પિતા ગૂમ થઈ ગયા. 10 દિવસ બાદ દીકરો 150 કિલોમીટર દૂર એક ગામમાં મળ્યો. જ્યારે પિતાની કોઈ જાણકારી ના મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp