
બિહારના છપરા જિલ્લાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ફરી એક વખત મધ્યાહન ભોજનના કારણે બાળકોની તબિયત ખરાબ થઈ ગઈ છે. રિપોર્ટ્સ મુજબ, સદર પેટાવિભાગના ઉત્ક્રમિત કન્ય માધ્યમિક શાળા રસુલપુર તિકૂલિયા ટોલા ડુમરીમાં મધ્યાહન ભોજનની ખીચડીમાં ગરોળી મળી છે. તો આ મધ્યાન ભોજન ખાધા બાદ 35 બાળકો બીમાર થઈ ગયા છે, જેમને સારવારે માટે સદર હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
ઘટનાની જાણકારી મળતા જ સદર SDO સંજય કુમારે સદર હૉસ્પિટલમાં બીમાર બાળકોની મુલાકાત લીધી અને જણાવ્યું કે બાળકોની હાલત અત્યારે સ્થિર છે. બધા બાળકોની સારવાર સારી રીતે કરવામાં આવી રહી છે અને ડૉક્ટરોની ટીમ સાવધાન છે. જિલ્લા પ્રશાસનની ટીમ આ આખી બાબતે તપાસ કરશે. શિક્ષણ વિભાગના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. મધ્યાન ભોજનમાં બેદરકારીના આ કેસમાં તપાસ કરાવવામાં આવશે. આ દરમિયાન શાળાના વિદ્યાર્થી આકાશ કુમારે જણાવ્યું કે, રોજની જેમ આજે સવારે બાળકો SDMનું ભોજન ખાઈ રહ્યા હતા, ત્યારે જ આકાશની જ થાળીમાં મરેલી ગરોળી નીકળી.
આકાશે આ વાતની જાણકારી શાળાના શિક્ષકોને આપી, ત્યારબાદ હાહાકાર મચી ગયો. ઇમરજન્સીમાં મધ્યાન ભોજનના વિતરણને રોકવામાં આવ્યું. થોડા સમય બાદ બાળકોની તબિયત બગડવા લાગી અને જોત જોતમાં 50 બાળકો ઊલટી કરવા લાગ્યા અને બીમાર થઈ ગયા. શાળાના પ્રભારી મુખ્ય શિક્ષિકા પૂનમ કુમારીએ જણાવ્યું કે, NGO દ્વારા ભોજનનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસ ભોજનમાં ગરબડી જોવા મળી રહી છે. જાણકારી મળતા જ ભોજન વિતરણ બંધ કરી દેવામાં આવ્યું. જે પણ બીમાર બાળકો છે તેમને એમ્બ્યુલન્સ દ્વારા સદર હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા.
બીજી તરફ ઘટના બાદ સદર હૉસ્પિટલ એલર્ટ છે અને સિવિલ સર્જન સ્વયં હૉસ્પિટલમાં વ્યવસ્થાની જાણકારી લઈ રહ્યા છે. સિવિલ સર્જન સદર હૉસ્પિટલમાં 35 બાળકો દાખલ હોવાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, બાળકો દ્વારા ઝેરી ભોજન ખાવાની જાણકારી મળી છે. બધા બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે, જેમની સારવાર ચાલી રહી છે. ફૂડ ઇન્સ્પેક્ટરને બોલાવવામાં આવ્યા છે અને ફૂડના સેમ્પલ લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઘટનાની વિસ્તૃત તપાસ કરાવવામાં આવશે અને જે પણ દોષી સાબિત થશે તેમને છોડવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, છપરામાં દેશનું સૌથી મોટું મધ્યાહન ભોજન કાંડ પહેલા પણ થઈ ચૂક્યો છે, જેમાં ઘણા બાળકોના મોત થઈ ચૂક્યા છે એ છતા મધ્યાહન ભોજનને લઈને બેદરકારીનો સિલસિલો બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. સદર SDO સંજય કુમારે પણ સદર હૉસ્પિટલની મુલાકાત લીધી છે અને બાળકોની હાલત જાણી. તેમણે કહ્યું કે, બાળકોની હાલત સ્થિર છે અને સરકારી સ્તર પર બાળકોની સારવાર કરાવવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp