ડિયર મને આગળ સુધી છોડી દો.., સુમસામ રસ્તા પર મહિલાએ લિફ્ટ માગી અને પછી..

PC: jfwonline.com

મધ્યપ્રદેશના ઈન્દોરમાં સુમસામ રસ્તા પર ઉભેલી એક મહિલાએ બાઇક સવારને રોકીને લિફ્ટ માંગી. રાહદારીએ જ્યારે મદદ કરવા માટે મહિલાને બાઈક પર બેસાડી ત્યારે તેણે સુમસામ જગ્યાએ છરી બતાવીને લૂંટ કરી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં લિફ્ટ માંગીને લૂંટ ચલાવતી મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રાત્રે સુમસામ રસ્તા પર ઉભા રહીને મહિલાએ લિફ્ટ માંગી. જ્યારે રાહગીરે લિફ્ટ આપી તો છરી બતાવીને મહિલાએ તેની સાથે લૂંટને અંજામ આપ્યો હતો. આ મામલો ધ્યાને આવતાં પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.

ઈન્દોરના ગાંધીનગર વિસ્તારમાં સુપર કોરિડોર પર રાત પડતાની સાથે જ એક મહિલા એકલી ઊભી થઈ જાય છે. જેવો ત્યાથી કોઈ વ્યક્તિ પસાર થાય છે તો તે તેને લિફ્ટ માટે રોકે છે. સુમસામ વિસ્તારમાં એક મહિલાને ઉભેલી જોઈને લોકો તેને લિફ્ટ આપવા માટે બેસાડે છે.

મહિલાને જેનાથી લિફ્ટ લેવી હોય છે, તેને ડીયર કહીને સંબોધે છે. તેની વાતમાં આવીને ડ્રાઈવર તેને હાઈપ્રોફાઈલ મહિલા સમજીને તેની વાતમાં આવી જાય છે અને સરળતાથી લિફ્ટ આપે છે. જેવી કાર સુમસામ વિસ્તારમાં પહોંચે છે, ત્યારબાદ મહિલા યુવકને રોકે છે અને તેને ખોટા આરોપમાં ફસાવવાની ધમકી આપી લૂંટની ઘટનાને અંજામ આપે છે. જો કોઈ વ્યક્તિ વિરોધ કરે તો છરી બતાવીને મહિલા લૂંટનો ઘટનાને અંજામ આપે છે.

આવી લૂંટની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મામલો સામે આવ્યા બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસના સિનિયર અધિકારીઓને આ સમગ્ર મામલાના કેટલાક વીડિયો મળ્યા છે.

અધિકારીઓનું કહેવું છે કે વીડિયોના આધારે પોલીસ અલગ-અલગ વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ કરશે અને આરોપીની શોધ કરશે. ACP રૂબિના મિર્ઝાએ જણાવ્યું કે ફરિયાદીએ ફરિયાદ કરી છે. અમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા કિસ્સા બન્યા છે, અમે તેની તપાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં આરોપી ઝડપાઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp