CM યોગીના ડુપ્લીકેટનું મોત,અખિલેશે કહ્યુ-'તેમની હત્યા કરવામાં આવી, માર મારીને..'

ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ જેવા દેખાતા સુરેશ કુમાર યોદ્ધાનું અવસાન થયું છે. સુરેશ કુમાર યોદ્ધા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના સ્ટાર પ્રચારક હતા. ઘણી વખત તેઓ અખિલેશ યાદવ સાથે ચૂંટણી પ્રચારના મંચ પર જોવા મળ્યા હતા.
CM યોગી જેવા દેખાતા સુરેશ ઠાકુર યોદ્ધા, સમાજવાદી પાર્ટીના સ્ટાર પ્રચારક અને અખિલેશ યાદવના નજીકના સાથી, શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. SPના વડા અખિલેશ યાદવે ટ્વિટ કરીને દાવો કર્યો છે કે, તેમને માર મારીને મારી નાંખવામાં આવ્યો હતો.
એટલું જ નહીં, અખિલેશ યાદવના નિર્દેશ પર SPના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ શુક્રવારે સુરેશ ઠાકુરના ગામ પહોંચ્યું હતું અને ઘટના અંગે પૂછપરછ કરી હતી.
SPના વડા અખિલેશ યાદવે ટ્વીટમાં લખ્યું છે કે, SP પ્રચારક તરીકે પોતાની ઓળખ બનાવનાર સુરેશ ઠાકુરની લિંચિંગની ઘટના અત્યંત હ્રદયસ્પર્શી છે અને સરકારને અપીલ છે કે દોષિતો સામે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
सपा के प्रचारक के रूप में अपनी एक अलग पहचान बनाने वाले सुरेश ठाकुर की पीट-पीट कर हत्या की घटना अत्यंत हृदय विदारक है।
— Akhilesh Yadav (@yadavakhilesh) August 11, 2023
सरकार से अपील है कि वह जल्द से जल्द दोषियों के खिलाफ उचित कार्यवाही सुनिश्चित करे।
भावभीनी श्रद्धांजलि। pic.twitter.com/cK0MmaP81P
સુરેશ ઠાકુર ઉન્નાવ જિલ્લાના સોહરામઉ પોલીસ સ્ટેશન હેઠળના ચોપાઈ ગામનો રહેવાસી હતો.સુરેશની પત્ની સરિતાએ જણાવ્યું કે, 27 જુલાઈના રોજ તેના ગામના બે લોકો સાથે ઝઘડો થયો હતો, જેના કારણે બંનેએ તેને માર માર્યો હતો. માર મારવાને કારણે સુરેશને ઈજા થઈ હતી. સારવાર દરમિયાન શુક્રવારે તેનું મોત નીપજ્યું હતું. ઉન્નાવ પોલીસ પર આરોપ લગાવતા સરિતાએ કહ્યું કે, જિલ્લાની પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ સમજાવટ કરવાની વાત કરવામાં આવી હતી.
માહિતી મળતાં પોલીસે સુરેશના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સુરેશના મૃત્યુની માહિતી મળતા જ મોટી સંખ્યામાં SPના કાર્યકરો અને નેતાઓ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા હતા. સુરેશ કુમારની પત્નીએ ઉન્નાવ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે હુમલા બાદ તેણે સોહરામઉ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. ઉલટાનો પોલીસ સ્ટેશનથી મને ભગાડી દેવામાં આવી હતી. પત્નીએ કહ્યું કે પોલીસ આરોપી સાથે મિલીભગત કરી રહી છે. મારપીટની ઘટના થયા પછી તે વારંવાર પોલીસ સ્ટેશને આવી રહી હતી, પરંતુ પોલીસે તેની વાત સાંભળી ન હતી.
બીજી તરફ CO હસનગંજ સંતોષ સિંહે જણાવ્યું કે, સુરેશનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે અને એ પણ જણાવ્યું કે, તેમના શરીર પર કોઈ ઈજાના નિશાન હતા નહીં, COએ આગળ બતાવ્યું કે, 10 તારીખે સુરેશની તબિયત અચાનક ખરાબ થઇ ગઈ હોવાને કારણે તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં શુક્રવારે તેમનું મૃત્યુ થયું હતું. પોલીસ દ્વારા સુરેશનું PM કરાવવામાં આવ્યું હતું, જેમાં હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું એમ સાબિત થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp