
બિહાર સરકારની પૂર્વ મંત્રી, પૂર્ણિયાના રુપૌલી વિધાનસભા મતવિસ્તારમાંથી JDU ધારાસભ્ય બીમા ભારતીએ પોતાના વફાદાર કુતરાના મૃત્યુ પછી માત્ર તેની અંતિમ યાત્રા જ નથી કાઢી, પરંતુ હિંદુ રીતિ-રિવાજો અનુસાર કૂતરાની શ્રાદ્ધ વિધિ કરવાનું પણ નક્કી કર્યું છે. જ્યારે, સોશિયલ મીડિયા પર આને લગતી ઘણી તસવીરો પણ જોવા મળી રહી છે.
મંત્રીના આ પાલતુ કૂતરાને પરિવારના સભ્યોએ કૃષ્ણા નામ આપ્યું હતું. ગત ગુરુવારે પાળેલા કૂતરા કૃષ્ણાનું મોત થયું હતું. જેને લઇને પરિવારના સભ્યોએ તેને અંતિમ વિદાય આપતા ફૂલોની માળા પહેરાવીને વાંસની નનામી પર ચાર ખભા પર ઘરમાંથી કૃષ્ણાને અંતિમ વિદાય આપી હતી.
આ દરમિયાન પૂર્વ મંત્રી બીમા ભારતીની આંખોમાંથી સતત આંસુ નીકળતા રહ્યા હતા. જ્યારે આ ક્ષેત્રે કુખ્યાત એવા પતિ અવધેશ મંડલ પણ પેટ ડોગની નનામીને ખભા પર ઊંચકીને રડી પડ્યા હતા. આ સાથે જ પૂર્વ મંત્રી બીમા ભારતીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક ઈમોશનલ પોસ્ટ કરીને પાળેલા કૂતરા કૃષ્ણને શ્રદ્ધાંજલિ આપી છે.
પૂર્વ મંત્રી કમ રુપૌલી ધારાસભ્ય બીમા ભારતીએ કહ્યું કે, કૃષ્ણા ઘરનો પ્રિય હતો. ઘરના તમામ સભ્યો તેને પરિવારનો જ એક સભ્ય માનતા હતા. લગભગ 19 વર્ષથી પાલતુ કૂતરો કૃષ્ણા પરિવારના સભ્યો સાથે રહેતો હતો. કૃષ્ણાના મૃત્યુ પછી, મંત્રી બીમા ભારતી અને તેમના પતિ અવધેશ મંડલે પરિવારના સભ્યો સાથે બેસીને તેમના પ્રિય કૂતરાના અંતિમ સંસ્કાર હિંદુ રીતિ-રિવાજ મુજબ કરવાનું નક્કી કર્યું અને તે મુજબ વાંસની નનામી બનાવીને હિંદુ રિવાજ મુજબ ચાર ખભા પર તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી.
પૂર્વ મંત્રી બીમા ભારતીએ કૃષ્ણાની અંતિમ વિદાયને લઈને એક ઈમોશનલ ફેસબુક પોસ્ટ કરી છે. આ ભાવુક ફેસબુક પોસ્ટમાં પૂર્વ મંત્રી બીમા ભારતીએ લખ્યું કે, આજે અમારા પ્રિય કૃષ્ણા (આપણા પાલતુ કૂતરા) અમને બધાને છોડીને પરલોક સિધાવી ગયો છે. 2004માં, અમારા પતિ અવધેશ મંડલે તેને ખરીદીને લાવ્યા હતા. અને જોત જોતામાં તે થોડા જ સમયમાં અમારા બધા માટે વફાદાર બની ગયો.
પૂર્વ મંત્રીએ લખ્યું કે, કૃષ્ણા પ્રત્યેની તેમની વફાદારી એવી હતી કે, તેઓ જ્યાં પણ જાય ત્યાં કૃષ્ણા તેમના પરિવાર સાથે જતો. તેણે લખ્યું છે કે, જ્યારે બ્લોક પરિસરમાં અમારા પતિને લઈને ઝઘડો થયો હતો, તે દરમિયાન સામા પક્ષવાળાએ FIRમાં અમારા કૃષ્ણાનું નામ પણ લખાવ્યું હતું. આજે આંખોમાં આંસુ સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ કૃષ્ણાને અંતિમ વિદાય આપવામાં આવી છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp