ન્યૂ યરની ઉજવણી મુસલમાનો માટે હરામ છે: રઝા એકેડમી પ્રમુખ સઇદ નૂરી

PC: enavabharat.com

આમ તો નવા વર્ષ 2023નું સ્વાગત થઇ ચૂક્યું છે અને નવા વર્ષને વધાવતી ઉજવણીઓ પણ થઇ ચૂકી છે, પરંતુ મુંબઇની રઝા એકેડમીના પ્રમુખનો થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે સંદેશો આપતો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. રઝા એકેડમીના પ્રમુખ સઇદ નૂરી વીડિયોમાં મુસ્લિમ યુવાનોને થર્ટી ફર્સ્ટની ઉજવણીથી દુર રહેવા અપીલ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે ન્યૂ યરની ઉજવણી મુસલમાનો માટે હરામ છે.

રઝા એકેડમી મુંબઇના પ્રમુખ સઇદ નૂરીએ વીડિયો સંદેશમાં મુસલમાનોને કહ્યું છે કે થર્ટી ફર્સ્ટના દિવસે શૈતાની ખુરાફતથી દુર રહેજો. આ એવી ખુરાફાત હોય છે જેને જોઇને શેતાન પણ શરમાઇ જાય છે. એટલા માટે આવી અશ્લીલ હરકતોથી દુર રહેજો. આવા સમયે મસ્જિદ કે દરગાહ પર જઇને નમાઝ અદા કરજો

સઇદ નૂરીએ ટવીટ કરીને કહ્યું કે, તે અફસોસની વાત છે કે લોકો વર્ષની છેલ્લી રાતને થર્ટી ફર્સ્ટ નાઈટ કહે છે. આ રાતે એવી કઈ અભદ્રતા છે, જે આ રાત્રે કરવામાં આવતી નથી. આવા કૃત્યો ખુલ્લેઆમ કરવામાં આવે છે, જેને જોઈને શેતાન પણ શરમાઈ જાય. દરેક ધર્મ, દરેક જાતિ અને દરેક વયના લોકો આવા ગેરકાયદેસર અને હરામ કાર્યોમાં સામેલ થતા હોય છે.

મુસ્લિમ યુવાનો આવી પ્રવૃત્તિઓમાં વધુ રસ લેતા થયા છે. જો અત્યારે પણ આપણે બધા નિષ્કલંક નહીં બનીએ અને આપણી જાતિ અને આપણા સમુદાયને આ બેશરમીના શેતાની કૃત્યથી બચાવીશું નહીં, તો તેનું નુકસાન ખૂબ મોટું થશે, જે પછીથી ભરવું અશક્ય હશે.

નૂરીએ મુસ્લિમોને તેમના બાળકો પર નજર રાખવા કહ્યું. તેમણે કહ્યું કે યુવાનોને બેશરમી અને અશ્લીલતાથી રોકો. તેમને આવી મહેફિલના નુકસાનથી બચાવો. નૂરીએ કહ્યુ કે, રઝા એકેડમી અપીલ કરે છે કે થર્ટી ફર્સ્ટની રાત્રે મસ્જિદો આખી રાત ખુલી રાખવામાં આવે, અઝાન કરવામાં આવે અને નમાઝ અદા કરવામાં આવે

.

માત્ર મુસલમાન જ થર્ટી ફર્સ્ટ કે ન્યૂ યરની ઉજવણીનો વિરોધ કરે છે એવું નથી, પરંતુ વિશ્વ હિંદુ પરિષદ પણ ન્યૂ યરની ઉજવણી શાંતા કલોઝનો વિરોધ કરે છે.

જો કે દુનિયાભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી રંગેચંગે પુરી થઇ અને નવા વર્ષના વધામણાં પછી લોકો કામે પણ લાગી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp