રક્ષા મંત્રી રાજનાથ સિંહ સેનામાં જોડાવા માગતા હતા પરંતુ ન જઈ શક્યા, જાણો કારણ

PC: PIB

BJPના વરિષ્ઠ નેતા અને દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના અંગત જીવનને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે દેશની સેનામાં જોડાઈને દેશની સેવા કરવા માંગતા હતા. પરંતુ લેખિત પરીક્ષા આપ્યા બાદ પણ તેઓ તેમાં જોડાઈ ના શક્યા. તેણે કહ્યું કે હું જ્યાં પણ જાઉં છું, ત્યાં હું એ વાતનું ધ્યાન રાખું છું કે હું સેનાના જવાનોની મુલાકાત કરું.

શુક્રવારે આસામ રાઈફલ્સ અને ભારતીય સેનાના 57મા માઉન્ટેન ડિવિઝનના સૈનિકોને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું, 'હું મારા બાળપણથી એક વાર્તા કહેવા માંગુ છું. હું પણ સેનામાં જોડાવા માંગતો હતો અને મેં એકવાર 'શોર્ટ સર્વિસ કમિશન'ની લેખિત પરીક્ષા પણ આપી હતી, પરંતુ મારા પિતાનું અવસાન થવાને કારણે અને અન્ય કેટલીક પારિવારિક સમસ્યાઓના કારણે હું આર્મીમાં જોડાઈ શક્યો નહીં.'

તેણે કહ્યું, 'જો તમે કોઈ બાળકને આર્મી યુનિફોર્મ આપો છો, તો તમે જોશો કે તેનું વ્યક્તિત્વ જ બદલાઈ જાય છે. આ યુનિફોર્મમાં કંઈક છે.' આ પ્રસંગે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ તેમની સાથે હતા. આ કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહે ભારત અને ચીન વચ્ચેના મડાગાંઠ દરમિયાન સુરક્ષા દળોએ બતાવેલી બહાદુરીને યાદ કરી. તેમણે કહ્યું, 'જ્યારે ભારત-ચીન વચ્ચે મડાગાંઠ ચાલી રહી હતી, ત્યારે કદાચ તમારી પાસે તેની વિસ્તૃત માહિતી ન હશે, પરંતુ હું અને તે સમયના આર્મી ચીફ આપણાં સૈનિકોની હિંમત અને બહાદુરીથી વાકેફ હતા, અમારો દેશ હંમેશા તમારો ઋણી રહેશે.'

રાજનાથ સિંહે કહ્યું, હું જ્યાં પણ જાઉં છું, હું એ વાતનું ધ્યાન રાખું છું કે, હું સેનાના જવાનોને મળું. જ્યારે મારી મણિપુરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મેં (સેના પ્રમુખ) પાંડેજીને કહ્યું કે, હું આસામ રાઈફલ્સ અને 57મા માઉન્ટેન ડિવિઝનના જવાનોને મળવા માંગુ છું.'

તેમણે કહ્યું કે, સેનાના જવાનોને મળીને તેમને ગૌરવની લાગણી થશે. તેમણે કહ્યું, 'ડોક્ટરો, એન્જિનિયર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક યા બીજી રીતે રાષ્ટ્ર માટે યોગદાન આપી રહ્યા છે. પરંતુ હું માનું છું કે તમારો વ્યવસાય, એક વ્યવસાય કરતાં સેવા વધુ છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp