અકસ્માત બાદ 20 મિનિટ લોહીથી લથપથ પડ્યો રહ્યો, લોકો વીડિયો ઉતારતા રહ્યા, ફોન ગાયબ

PC: navbharattimes.indiatimes.com

દિલ્હીના પંચશીલ વિસ્તારમાં બે બાઇકો સાથે ટક્કર થવાથી એક ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ નિર્માતાનું મોત થઇ ગયું છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના શનિવારે રાત્રે 09:30 વાગ્યાની છે. પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ પિયુષ પાલના રૂપમાં કરી છે. ઘટના બાદ તેને તાત્કાલિક પાસેની હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો, ઘણા દિવસોની સારવાર બાદ મંગળવારે તેનું મોત થઇ ગયું. આ ઘટનાની તપાસમાં લાગેલા એક પોલીસકર્મીએ જણાવ્યું કે, આ ઘટનાને લઇને શનિવારે રાત્રે સવા દસ વાગ્યાની આસપાસ હૌજ ખાસ પોલીસ સ્ટેશન પાસે એક ફોન આવ્યો હતો.

પોલીસે જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી તો ખબર પડી કે ઘટનામાં ઇજાગ્રસ્ત પાલ અને બંટીને અલગ-અલગ હૉસ્પિટલોમાં દાખલ કરાવવામાં આવ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, બંને બાઇક અરસપરસ ટકરાવાની આ આખી ઘટના પાસે લાગેલા એક CCTV કેમેરામાં કેદ થઇ ગઇ છે. બંટીનું નિવેદન અને ઘટનાસ્થળની આસપાસ લાગેલા કેમેરાઓની તપાસ કર્યા બાદ પોલીસે ઘટનાને લઇને એક FIR નોંધી છે. પોલીસ હાલમાં આખી ઘટનાની તપાસ કરી રહી છે.

આ બધા વચ્ચે પિયુષ પાલના મિત્ર સની બોસે પોલીસને જણાવ્યું કે, બંટીની બાઇકે પિયુષ પાલની બાઇકને ટક્કર મારી દીધી હતી. બોસે કહ્યું કે, મારા મિત્રએ મોંઘું હેલમેટ પહેરી રાખ્યું હતું. એ એ જ હતો જે 20 મિનિટ કરતા વધુ સમય સુધી લોહીથી લથબથ પડ્યો રહ્યો. કોઇ પણ તેની મદદ માટે આગળ ન આવ્યું. લોકો માત્ર તસવીરો ખેચવા અને વીડિયો બનાવવા માટે ત્યાં એકત્ર થયા હતા. ત્યારે એક બાઇક ટેક્સી એગ્રીગેટરે 3 અન્ય લોકો સાથે તેને ઉઠાવ્યો અને પાસેની હૉસ્પિટલ પહોંચાડ્યો.

પિયુષ કદાચ પોતાની સ્વિમિંગ ક્લાસથી ઘરે ફરી રહ્યો હતો. બોસે આરોપ લગાવ્યો કે, જ્યારે તે ડાબી તરફ વળવાનો હતો તો તેની બાઇકની ગતિ સામાન્ય હતી. એક અન્ય બાઇક પાછળથી તેને ટક્કર મારી દીધી. ઘટના રાત્રે 09:30 વાગ્યે થઇ અને લોકો તેને અડધો કલાક બાદ હૉસ્પિટલ લઇ ગયા. જો લોકો સમય પર તેની મદદ કરતા તો તેનો જીવ બચી શકતો હતો. બોસે કહ્યું કે, પાલનો મોબાઇલ ફોન રાત્રે 10:00 વાગ્યા સુધી વાગી રહ્યો હતો, પરંતુ પછી બંધ થઇ ગયો.

એક ગો-પ્રો કેમેરા પણ ગાયબ છે, જેનો ઉપયોગ તે પોતાના કામ માટે વીડિયો રેકોર્ડ કરવા માટે કરતો હતો. અમે કોઇ પાસે કોઇ વળતર માગવા માગતા નથી, અમે માત્ર ન્યાય ઇચ્છીએ છીએ. તેણે કહ્યું કે, સનીના પરિવારમાં તેના પિતા, માતા અને બહેન છે. તેના પિતાની ચિતરંજન પાર્ક માર્કેટમાં એક દુકાન છે. પોતાનું સપનું બોલિવુડના ક્રૂ સભ્યોના જીવન પર એક ડોક્યૂમેન્ટ્રી બનાવવાનું હતું કે તેઓ મુંબઇમાં કેવી રીતે રહે છે અને તેમની દિનચર્યા શું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp