યાત્રિઓને મુકી વિમાને ભરી લીધી ઉડાણ,બેંગ્લોર એરપોર્ટ પર રાહ જોતા રહ્યા 50 મુસાફર

PC: businesstoday.in

વિમાન કંપની ગો ફર્સ્ટની ફ્લાઈટ સોમવારે 50થી વધુ યાત્રીઓને લીધા વગર જ રવાના થઈ ગઈ હતી. આ યાત્રીઓ રનવે પર બસમાં સવાર હતા. પરંતુ ફ્લાઈટે તેમના વગર જ ઉડાણ ભરી લીધી હતી. ઘણા યાત્રીઓએ પછીથી વિમાન કંપની પર બેદરકારીનો આરોપ લગાવતા ટ્વિટ કરીને ઘટના અંગેની જાણકારી લોકો સાથે શેર કરી હતી. બેંગ્લુરુથી દિલ્હી જઈ રહેલી ગો ફર્સ્ટ ફ્લાઈટ જી8116 સોમવારે સવારે 6.30 વાગ્યે બેંગ્લોરના એરપોર્ટ પરથી રવાના થઈ હતી.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સના કહેવા પ્રમાણે, વિમાન 54 યાત્રીઓને લીધા વગર જ ટેકઓફ થઈ ગયું હતું. આ યાત્રીઓ રનવે પર બસમાં જ બેઠેલા રહી ગયા હતા. એક સોશિયલ મીડિયા યુઝરે બેંગ્લોર એરપોર્ટનો વીડિયો શેર કરીને કહ્યું કે ગો ફર્સ્ટની બેંગ્લોરથી દિલ્હી જનારી જી8116 ફ્લાઈટ 54 યાત્રીઓને લીધા વગર જ ઉપડી ગઈ હતી. ફ્લાઈટમાં આ 54 યાત્રીઓનો સામાન સવાર હતો. પરંતુ આ યાત્રીઓને લીધા વગર જ પ્લેને ઉડાણ ભરી લીધી હતી. યાત્રીઓ પરેશાન છે.

એક અન્ય સોશિયલ મીડિયા યુઝરે ટ્વીટ કરતા લખ્યું છે- જી8116 બેંગ્લુરુથી દિલ્હી જનારી ફ્લાઈટ રનવે પર જ યાત્રીઓને છોડીને જતી રહી. જ્યારે યાત્રીઓ ગેટ નંબર 25 પરથી બોર્ડિંગ કરી ચૂક્યા હતા. જ્યારે વિમાન કંપનીએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા યાત્રીઓને પડેલી અસુવિધા માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. અસલમાં ફ્લાઈટ સાથે જોડાયેલી ત્રણ ખબરો આજે ચર્ચાનો વિષય બનેલી હતી. એક તો દિલ્હીથી ભુવનેશ્વર જઈ રહેલી ફ્લાઈટમાં ટેકનીકલ ખામી સર્જાતા ઉડાણ ભર્યાની થોડીક મિનિટોમાં જ દિલ્હીના એરપોર્ટ પર પાછું આવવું પડ્યું હતું.

બીજી મોસ્કોથી ગોવા જઈ રહેલી ચાર્ટર ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા ગઈકાલે મોડી રાતે જામનગર એરપોર્ટ પર તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેના પગલે જામનગર પોલીસ સહિત એરફોર્સ અને પોલીસ વિભાગ સતર્ક થઈ ગયું હતું. આ ફ્લાઈટમાં 236 યાત્રીઓ સાથે 8 ક્રુ મેમ્બર સવાર હતા. જ્યારે આ ગો ફર્સ્ટની ફ્લાઈટે યાત્રીઓને લીધા વગર જ ઉડાણ ભરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp