લગ્નની વાત તૂટતા, નારાજ દિયરે ભાભીને પહેલા માળેથી ફેંકી

PC: news18.com

દેશની રાજધાની દિલ્હીમાં લગ્નની વાત તૂટી જતા નાખુશ દિયર તેની ભાભીનો જીવ લેવા પર આવી ગયો. આરોપીએ પોતાની જ ભાભીને પહેલા માળેથી નીચે ફેંકી દીધી. આ દરમિયાન મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ છે અને તેને ગંભીર સ્થિતિમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મામલો નોર્થ દિલ્હીના બુરાડી વિસ્તારનો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ભાભીએ હંગામો કર્યો

ખબર અનુસાર, પંકજ નામના યુવકની ઘરમાં લગ્નની વાત ચાલી રહી હતી. થોડા દિવસ પહેલા તેના ત્યાં લગ્નની વાત લઇ છોકરીવાળા આવ્યા હતા. લગ્નની વાત લગભગ નક્કી થઇ ચૂકી હતી. પણ આ દરમિયાન પંકજની ભાભી ખૂશ્બૂએ ઘરે આવેલા મહેમાનો સામે હંગામો શરૂ કરી દીધો, જેને કારણે મહેમાન ચોંકી ગયા. ત્યાર પછી છોકરીવાળાએ પંકજ જોડે પોતાની દીકરીના લગ્ન કરાવવાની ના પાડી દીધી.

ભાભીથી નાખુશ હતો પંકજ

ત્યાર પછી પંકજ નાખુશ થઇ ગયો. તેનું માનવું હતું કે તેની ભાભીને કારણે તેના લગ્નની વાત તૂટી ગઇ. આ વાતને લઇ ઘરે ખૂબ વિવાદ ચાલ્યો. ત્યાર પછીમાં ગુસ્સામાં પંકજે તેની ભાભીને પહેલા માળેથી નીચે ફેંકી દીધી. ત્યાર બાદ તરત જ મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવી. જ્યાં તેની સ્થિતિ ગંભીર ચાલી રહી છે અને તેની સારવાર ચાલી રહી છે.

પોલીસે તપાસ શરૂ કરી

પોલીસે હત્યાનો કેસ દાખલ કરી આ મામલાને લઇ તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ ખૂશ્બૂનું નિવેદન લેવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે. તો આરોપી પંકજ સામે પણ પોલીસની પૂછપરછ ચાલી રહી છે. એમ પણ આજના જમાનામાં લગ્ન માટે સારું પાત્ર મળવું અઘરું બની ગયું છે. એવામાં લગ્નને લઇ આ પ્રકારના ઘણાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાલમાં તો છોકરાઓ માટે સારી છોકરીઓના માગા આવવા પડકારભર્યા થઇ ગયા છે. ભણેલા અને સારી નોકરી કરનારા પુરુષોને પણ યોગ્ય પાત્ર મળવુું અઘરું બની ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp