શ્રદ્ધાનો ચહેરો સળગાવ્યો, હાડકાંનો પાવડર બનાવ્યો, વાંચો આફતાબનું આખું કબૂલનામુ

PC: aajtak.in

શ્રદ્ધા મર્ડર કેસમાં આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ મોટું કબૂલનામુ કર્યું છે. આફતાબે પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરના 35 ટુકડાં કર્યા હતા અને તેની લાશને ફ્રીઝમાં રાખી હતી. હવે પોલીસની સામે એ કબૂલ કર્યું છે કે તેણે લાશના ઘણા ટુકડાંને પેટ્રોલ નાંખીને સળગાવી દીધા. એટલું જ નહીં, તેણે શ્રદ્ધાના હાડકાંને ગ્રાઈન્ડરમાં પીસીને પાઉડર બનાવ્યો. આફતાબે જણાવ્યું કે, હું શ્રદ્ધાને લઈને પઝેસિવ હતો અને ઝઘડામાં હું તેને માર મારતો હતો. જેની તેણે ફરિયાદ મુંબઈમાં પોલીસને પણ કરી હતી. અમે બંનેએ પોતાના સંબંધોમાં સુધાર કરવા માટે ટ્રિપનો પ્લાન બનાવ્યો હતો.

દિલ્હીની એક કોર્ટે મંગળવારે આફતાબ વિરુદ્ધ દિલ્હી પોલીસ દ્વારા દાખલ ચાર્જશીટ પર સંજ્ઞાન લીધુ. પોલીસે 24 જાન્યુઆરીએ આ મામલામાં આરોપ પત્ર દાખલ કર્યો હતો. કોર્ટે પૂનાવાલાની કસ્ટડી 14 દિવસ સુધી વધારી દીધી હતી. ચાર્જશીટ પર સંજ્ઞાન લીધા બાદ કોર્ટે મામલાની તપાસ માટે 21 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ચાર્જશીટ ફોરેન્સિક અને ઈલેક્ટ્રોનિક પુરાવાના આધાર પર નક્કી કરવામાં આવી છે, તેમા આશરે 100 સાક્ષી છે.

આફતાબે કબૂલનામામાં એ વાતનો પણ સ્વીકાર કર્યો કે તેણે શ્રદ્ધાની બોડીના નાના-નાના ટુકડાં કરીને તેને છતરપુરની પાસે મહરૌલીના જંગલમાં ફેંકી દીધા હતા. આ ઉપરાંત, તે સતત શ્રદ્ધાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેન્ડલ કરતો રહ્યો અને એક્ટિવ રહ્યો જેથી કોઈને શંકા ના થાય અને લોકોને લાગે કે શ્રદ્ધા જીવે છે, જ્યારે તે પહેલા જ તેની હત્યા કરી ચુક્યો હતો.

તેણે પોતાના કબૂલનામામાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા. આફતાબે જણાવ્યું કે, તેણે લાશના ટુકડાંને પેટ્રોલ નાંખીને સળગાવ્યા અને હાડકાંને ગ્રાઈન્ડરમાં પીસીને તેનો પાઉડર રસ્તા પર ફેંકી દીધો હતો. આ ઉપરાંત, તેણે જણાવ્યું કે, શ્રદ્ધા અને તેની વચ્ચે અવારનવાર લડાઈઓ થતી હતી આથી તેમણે પોતાના સંબંધો સુધારવા ટ્રિપનો પ્લાન કર્યો હતો. તે બંને 28-29 માર્ચ, 2022ના રોજ મુંબઈથી નીકળ્યા અને હરિદ્વાર પહોંચ્યા હતા.

હરિદ્વાર બાદ તે બંને ઋષિકેશ, મસૂરી, મનાલી અને ચંદીગઢ ફર્યા બાદ પારવતી વેલી ગયા. અહીં તેમની મુલાકાત બદ્રી નામના એક છોકરા સાથે થઈ, જે દિલ્હીમાં રહેતો હતો. એક મહિનાની ટ્રિપ બાદ શ્રદ્ધા અને આફતાબ, દિલ્હીમાં બદ્રીના ઘરે ગયા. અહીં 8-10 દિવસ રોકાયા બાદ બદ્રીએ તે બંનેને તેના ઘરેથી જવા માટે કહી દીધુ કારણ કે, તેમની વચ્ચે ઘણા ઝઘડા થતા હતા. ત્યારબાદ 15 મે, 2022ના રોજ એક બ્રોકર દ્વારા દિલ્હીના છતરપુરમાં એક મકાન ભાડા પર લીધુ.

કબૂલનામામાં આફતાબે કહ્યું કે, આ દરમિયાન બંને પાસે જોબ નહોતી અને મોટાભાગના પૈસા ટ્રિપમાં ખર્ચાઈ ગયા હતા. એવામાં ફરીથી બંને વચ્ચે ઝઘડા થવા માંડ્યા. આફતાબે કહ્યું કે, 18 મેના રોજ શ્રદ્ધાએ તેને મુંબઈના વસઈવાળા ઘરેથી સામાન લાવવા માટે કહ્યું. ત્યારે આફતાબે તબિયત સારી ન હોવાનું બહાનું કરી ત્યાં જવાની ના પાડી દીધી હતી. એ વાત પર શ્રદ્ધા ગુસ્સે થઈ ગઈ અને તેણે કહ્યું કે બંને પાસે વધુ સામાન નથી અને રોજ-રોજ બહારનું ખાવાનું ખાઈને તબિયત ખરાબ થઈ જશે.

આફતાબે શ્રદ્ધાને અડધા પૈસા આપવાની વાત કહી તો તે ગુસ્સે થઈ ગઈ. આફતાબે જણાવ્યું કે, તેણે ઝઘડાથી કંટાળીને હંમેશાં માટે તેનાથી છુટકારો મેળવવાનું નક્કી કરી લીધુ. ત્યારબાદ તેણે શ્રદ્ધાને જમીન પર પછાડી અને તેની છાતી પર બેસીને તેનું ગળુ દબાવી દીધુ, જેને કારણે શ્રદ્ધાનું મોત થઈ ગયુ.

કબૂલનામા અનુસાર, તેણે બોડીને બાથરૂમમાં સંતાડી અને લાશના ટુકડાં કરવા માટે હેમર, આરી અને ત્રણ બ્લેડ ખરીદી. કબૂલનામામાં તેણે જણાવ્યું કે, 19 મેના રોજ આફતાબે મંદિરવાળા રોડ છતરપુર પાસે એક દુકાનમાંથી ટ્રેસ બેગ, ચપ્પૂ અને એક ચોપર ખરીદ્યું હતું. આ ચપ્પૂ વડે તેના હાથ પર કટ પણ લાગી ગયા હતા, જેની તેણે નજીકમાં જ રહેતા એક ડૉક્ટર પાસે સારવાર કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp