AAPનો મોટો આરોપ- દિલ્હીને જાણી જોઇને ડુબાડાઈ, BJP જવાબદાર, હથનીકુંડનું પાણી...

PC: business-standard.com

દિલ્હીમાં પૂરના પાણી  હજુ તો ઓસર્યા પણ નથી કે દોષારોપણની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે દિલ્હીને જાણીજોઈને ડુબાડવામાં આવ્યું છે અને હથનીકુંડથી બધું પાણી યમુના નદીમાં છોડવામાં આવ્યું. જેને કારણે દિલ્હી પાણીમાં ડુબી દઇ.

દિલ્હીમાં ભલે યમુનાના જળસ્તર ઘટી રહ્યું હોય, પરંતુ હજુ પણ કેટલાંક વિસ્તારો પૂરને કારણે પાણીમાં ડુબેલા છે. અનેક જગ્યાએ લોકો ખુલ્લા આકાશ નીચે રહેવા માટે મજબુર છે. આ વચ્ચે દિલ્હીમાં આવેલા પૂરને લઇને રાજકારણ શરૂ થયું છે અને આરોપ-પ્રત્યારોપ શરૂ થઇ ગયા છે.

યમુના પૂરને લઈને રાજકીય ઘમાસાણ તેજ થઈ ગયું છે. દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે દિલ્હીને જાણી જોઈને ડુબાડવામાં  આવ્યું અને તેના માટે ભાજપ જવાબદાર છે.

સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, દિલ્હીને જાણી જોઈને ડૂબાડી દેવામાં આવી છે. હથિનીકુંડ બેરેજમાંથી વધારાનું પાણી માત્ર દિલ્હી મોકલવામાં આવ્યું હતું. જ્યારે વેસ્ટર્ન કેનાલ માટે પાણી છોડવામાં આવ્યું ન હતું. ભારદ્વાજે કહ્યુ કે સુપ્રીમ કોર્ટ સહિત દિલ્હીની મહત્ત્વપૂર્ણ સંસ્થાકીય ઇમારતોને ડુબાડી દેવાનું ષડયંત્ર હતું.

સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે LGના ખાસ અધિકારીઓ જેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટના નોડલ ઓફિસર તેમના મંત્રી આતિશીનો ફોન ઉપાડતા નથી. તેઓએ કહ્યું કે રાહત શિબિરોની હાલત ખરાબ છે, ત્યાં ભોજન નથી કારણ કે અધિકારીઓ પગલા નથી લઈ રહ્યા. સૌરભ ભારદ્વાજે કહ્યું કે જે અધિકારીઓ રાહત શિબિરોનું સંચાલન કરી શકતા નથી તેમણે રાજીનામું આપવું જોઈએ.

AAP સાંસદ સંજય સિંહે કહ્યું, હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને UP પૂરથી સંપૂર્ણપણે પ્રભાવિત છે. દિલ્હીમાં ત્રણ દિવસથી વરસાદ નથી, તો શું છે પૂરનું કારણ, શું છે તેની પાછળનું કારણ. તેનું કારણ છે દિલ્હી પ્રત્યે ભાજપ અને કેન્દ્રની દુર્ભાવના, દિલ્હીને બરબાદ કરવાનું ષડયંત્ર, મોદીજીની દિલ્હી પ્રત્યેની નફરત.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, ITO બૈરાજ પર 32માંથી 5 ગેટ બંધ છે. જેને હરિયાણા સરકાર સંભાળે છે. એ બંધ હોવાને કારણે પાણીની નિકાસ આગળ તરફ અવરોધ થઇ રહી છે. નેવી અને આર્મીને સાથે મળીને અમે તેને ખોલવાની કોશિશ કરી રહ્યા છે. આ ગેટ ખુલવાને કારણે પાણીનું વહેણ દિલ્હીથી આગળ તરફ ઝડપથી  વધી શકશે.

એ પહેલાં શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં તો અત્યારે વરસાદ પડતો નથી, અત્યારે બધું પાણી હિમાચલ પ્રદેશ અને હરિયાણાથી આવી રહ્યું છે. આ આપણું સ્થાનિક પાણી નથી, પરંતુ દિલ્હીમાં આજ સુધી આટલું પાણી સંભાળવાની ક્ષમતા નહોતી. 1978 પછી પહેલીવાર આટલું પાણી આવ્યું છે. આ સમય રાજનીતિનો નથી, એકબીજા પર દોષારોપણ કરવાને બદલે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. હવામાન વિભાગ તરફથી જે માહિતી મળી છે, આવતીકાલથી દિલ્હીમાં ફરી વરસાદની સંભાવના છે. જો વરસાદ નહીં આવે તો એકાદ-બે દિવસમાં બધું સામાન્ય થઈ જશે, પરંતુ જો વધુ વરસાદ પડે તો સ્થિતિ બદલાશે.

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે આમ આદમી પાર્ટી સરકાર સામે નિશાન સાધીને કહ્યું કે, એ દુર્ભાગ્યપૂર્ણ છે કે દિલ્હીમાં પૂર આવ્યું છે. આ સ્થિતિ મારા માટે આશ્ચર્યજનક નથી, કારણ કે દિલ્હીની વર્તમાન સરકારે પાયાના ઇન્ફ્રસ્ટ્રકચરના કામ માટે કોઇ પૈસા ખર્ચ્યા જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp