જિમમાં વર્કઆઉટ કરતા એન્જિનિયર યુવાનનું મોત, કારણ ચોંકાવનારું છે

PC: news18.com

જીમમાં વર્કઆઉટ કરતા યુવાનો માટે આંખ ખોલનારો કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. એક તંદુરસ્ત અને એન્જિનિયર યુવાન જીમમાં વર્કઆઉટ કરતો હતો અને જ્યારે તે ટ્રેડ મીલ પર કસરત કરતો હતો ત્યારે અચાનક કરંટ પસાર થઇ જવાને કારણ યુવકનું મોત થયું છે. મોત થયું ત્યારે  ટ્રેડ મીલના કરંટને કારણે મોત થયું છે એ વાતની ખબર નહોતી પડી, પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે યુવાનના મોતનું સાચું કારણ બહાર આવ્યું છે.

નવી દિલ્હીના રોહિણીમાં જીમમાં વર્કઆઉટ કરતી વખતે ટ્રેડમિલમાં કંરટ દોડી જવાને કારણે યુવકનું મોત થયું છે. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે.મૃતકના સંબંધીઓની ફરિયાદના આધારે પોલીસે જીમ સંચાલક સામે ગુનો નોંધ્યો છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજધાની દિલ્હીના રોહિણીમાં જીમમાં વર્કઆઉટ કરતી વખતે ટ્રેડમિલમાં કરંટ આવ્યો, જેના કારણે યુવકનું મોત નીપજ્યું. આ ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. મામલાની માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ મામલે જીમ સંચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

આ ઘટના દિલ્હીની રોહિણીની છે. રોહિણી સેક્ટર 19માં રહેતો સક્ષમ પ્રુથી રોહિણી વિસ્તારમાં જ સિમ્પલેક્સ ફિટનેસ ઝોનમાં કસરત કરવા જતો હતો. સક્ષમે બી.ટેક કર્યું હતું. તે ગુરુગ્રામમાં એક કંપનીમાં કામ કરતો હતો. મંગળવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ સક્ષમ કસરત કરી રહ્યો હતો ત્યારે ટ્રેડમિલમાં કરંટ લાગ્યો હતો. આ પછી તેની તબિયત બગડી હતી.

ઘટના બાદ સક્ષમને તેના મિત્રો તાકીદે હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળ્યું હતું.

પોલીસે કહ્યું કે સક્ષમ પુથીનું મોત ટ્રેડમિલમાં કરંટ આવી જવાને કારણે થયું છે. જ્યારે તે જિમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો તે વખતે જ ટ્રેડમિલમાંથી કરંટ પસાર થયો હતો અને તે કરંટની ઝપેટમાં આવી ગયો હતો. સક્ષમના પરિવારે જીમ સંચાલક વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે સંચાલક સામે ગુનો નોંધી લીધો છે.

જીમ સંચાલકની બેદરકારીને કારણે એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp