દિલ્હી: વધુ એક મહિલાના શરીરના ટુકડા કરીને ફેંકી દેવાયા, શરીરના કેટલાક ભાગ ગાયબ

PC: delhi

દિલ્હીમાં વધુ એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. ડેડ બોડીના ઘણા ટુકડા કરવામાં આવ્યા છે. આમાંથી માત્ર કેટલાક ભાગો જ રિકવર થયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે. 12 જુલાઈના રોજ સવારે લગભગ 9 વાગે પોલીસને માહિતી મળી કે દિલ્હીના ગીતા કોલોની ફ્લાય ઓવર પાસે એક લાશ પડી છે. માહિતી બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. માથા સિવાય પોલીસે લાશના અન્ય કેટલાક ભાગો પણ કબજે કર્યા છે. પોલીસે આસપાસના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસ અત્યારે CCTV તપાસી રહી છે.

દિલ્હી પોલીસને ગીતા કોલોની ફલાય ઓવર નીચે યમુના કિનારે એક મહિલાનું ડેડ બોડી ટુકડાઓમાં મળ્યું છે. શરીરના ટુકડાં કરીને અલગ અલગ પ્લાસ્ટીક બેગમાં પેક કરી દેવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી કાળા કલરની પ્લાસ્ટિક બેગ તપાસી તો એક મહિલાનું માથું મળ્યું છે. પોલીસનું કહેવું છે કે, વાળ લાંબા હોવાની કારણે એવું લાગે છે કે મહિલાની ઉંમર 30થી 35 વર્ષની હોવી જોઇએ.જ્યાંથી પોલીસને મહિલાનું માથું મળ્યું તેનાથી 50 મીટર દુર અન્ય બેગમાં શરીરના અન્ય ટુકડાં મળ્યા છે. પોલીસે બધા પાર્ટસને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે.

ઘટના સ્થળે વધારે પુરાવા ભેગા કરવા માટે પોલીસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડોગ સ્કવોડ સાથે જંગલો ખુંદવાનું શરૂ કર્યું છે. પોલીસે ડ્રોનની પણ મદદ લીધી છે.

આ સમયે પૂરની સ્થિતિ યથાવત છે. યમુના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, તેથી નીચે રહેતા લોકો રસ્તાના કિનારે તંબુઓમાં છે. બ્રિજની નીચેનો સમગ્ર વિસ્તાર ખાલી પડ્યો છે. બુધવારે સવારે નજીકમાં રહેતો એક યુવક જ્યારે યમુના તરફ જઈ રહ્યો હતો ત્યારે તેની નજર એક કાળી પ્લાસ્ટિકની થેલી પર પડી. તપાસમાં તેમાંથી મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા.

પોલીસ ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઇ રહી છે, જેથી ખબર પડે કે શરીરનો કયો હિસ્સો હજુ ગાયબ છે. પોલીસ અત્યારે ગુમ થયેલી વ્યકિતઓની માહિતી પણ મેળવી રહી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી દીધો છે.

પોલીસને શંકા છે કે હત્યા કોઇ બીજી જગ્યાએ કરવામાં આવી હશે, અને લાશના ટુકડા પ્લાસ્ટિકની બેગમાં સાવધાની પૂર્વક યમુના કિનારે મુકી દેવાયા હશે, હત્યા કરનારનું મગજ એ દિશામાં દોડ્યું હશે કે, યમુના નદીના ધસમસતા નીરમાં લાશના ટુકડાં વહી જશે તો પોલીસને કશી ખબર ન પડે, પરંતુ સદનસીબે, પોલીસને લાશના ટુકડાં વહી જાય તે પહેલાં માહિતી મળી ગઇ અને બધા ટુકડાં પોલીસ કબ્જે કરી શકી.

દિલ્હીમાં અગાઉ પણ આ રીતે લાશના ટુકડાં કરીને ફેંકી દેવાના કિસ્સા સામે આવ્યા છે. એમાં સૌથી વધારે ચર્ચિત શ્રધ્ધા હત્યાકાંડ રહ્યો છે, જેણે આખા દેશમાં ચર્ચા જગાવી હતી.

બીજો એક કિસ્સો જેણે પણ દેશભરમાં ચર્ચા જગાવી હતી. સાહિલ ગહલોતે પોતાની લિવ-ઇન પાર્ટનર નિક્કી યાદવની હત્યા કરીને તેની ડેડબોડીના ટુકડાં ફ્રીજમાં મુકી દીધા હતા અને હત્યાના 12 કલાક પછી બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp