અંજલિનું મોત અકસ્માત કે હત્યા? બહેનપણીના ખુલાસા બાદ પોલીસ આ સવાલોના જવાબ શોધે છે

દિલ્હીના કાંઝાવાલા કેસમાં એક પછી એક, નવા ખુલાસા થઈ રહ્યા છે. અંજલિ નામની યુવતીના મોતના આ કેસમાં તેની બહેનપણી નિધિ દ્વારા કરવામાં આવેલા ખુલાસાએ કેસની તપાસ કરી રહેલી પોલીસની ટીમ સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે. નિધિએ કહ્યું કે, તેણે અને અંજલિએ પાર્ટી કરવા માટે હોટલમાં ભાડેથી રૂમ લીધો હતો. હોટલમાં તેમની સાથે કેટલાક અન્ય લોકો પણ હતા. ત્યાંથી નીકળ્યા બાદ બંને વચ્ચે ઝઘડો પણ થયો.
આ પછી બંને એક સ્કૂટી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યા અને રસ્તામાં સ્કૂટીને એક કારે ટક્કર મારી દીધી. આ પછી અંજલિ કારની નીચે ફસાઈ ગઈ, જે પછી અંજલિને કેટલાક કિલોમીટર સુધી ઘસડી જવાનો મામલો સામે આવ્યો. આ મામલામાં વધુ એક CCTV સામે આવ્યા છે જેમાં હોટલની બહાર બંનેની વચ્ચે થયેલી દલીલને જોઈ શકાય છે. હવે પોલીસની સામે ઘણા સવાલો ઉભા થઈ ગયા છે.
दिल्ली kanjhawala Accident का नया #CCTV फुटेज
— Pallavi Kumari (@pallavi0305) January 2, 2023
गवाह की बात सच निकली
-स्कूटी से टकराने के बाद कार ने U-टर्न लिया।
-सुबह 3.34 बजे कार उस जगह पर लौटी, जहां शव मिला था।
-अंडरकैरिज में फंसी लड़की के शव को 18 -20 KM तक घसीटा
-कई बार यू-टर्न लेते हुए एक ही सड़क पर बार-बार कार को देखा pic.twitter.com/mqKFsQWzwD
કાંઝાવાલા કેસમાં હજુ સુધી સંપૂર્ણ રીતે કંઈ જ સ્પષ્ટ નથી. આમાં છેલ્લા ત્રણ દિવસમાં એટલું બધું સામે આવ્યું છે કે, દિલ્હી પોલીસ પણ સ્પષ્ટપણે કઈ જણાવી નથી શકતી. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આરોપી, અંજલી કે નિધિને પહેલાથી ઓળખતા હતા?
કેસ ટાઈમલાઇન: ક્યારે શું થયું?
- હોટલ મેનેજરના જણાવ્યા મુજબ અંજલિ અને નિધિ 31 ડિસેમ્બરની સાંજે 7:30 વાગ્યે આવ્યા હતા.
- હોટલકર્મીઓના જણાવ્યા મુજબ, રૂમમાં પણ અંજલિ અને નિધિની વચ્ચે ઘણો ઝઘડો થયો હતો.
- નિધિના જણાવ્યા મુજબ, હોટલમાં તે સમયે પાર્ટી માટે કેટલાક છોકરાઓ પણ આવ્યા હતા.
- નિધિએ એમ પણ કહ્યું છે કે, પાર્ટીમાં અંજલિએ ખૂબ જ નશો કરી લીધો હતો, જો કે, તેણે પોતાના વિશે કંઈ નહીં જણાવ્યું.
- હોટલના CCTV પરથી જાણવા મળે છે કે, રાત્રે લગભગ સવા 1 વાગ્યે અંજલિ અને નિધિ વચ્ચે ઝઘડો થયો.
- નિધિનો દાવો છે કે, આ ઝઘડો સ્કૂટી ચલાવવાને લઈને થયો હતો, જેના પછી નિધિએ જ સ્કૂટી ચલાવી.
- દિલ્હી પોલીસનું કહેવું છે કે, કૃષ્ણા વિહારમાં લગભગ 2 વાગ્યે સ્કૂટી અને આરોપીઓની કાર વચ્ચે ટક્કર થઈ.
- નિધિનો દાવો છે કે, અકસ્માત સમયે સ્કૂટી અંજલિ ચલાવી રહી હતી અને તે પાછળ બેઠી હતી.
દાવો એ પણ છે કે, અંજલિ કારની નીચે ફસાઈ ગઈ, તે ચીસો પાડતી રહી, કારમાં બેઠેલા લોકોને ખબર હતી કે તે ફસાયેલી છે, પરંતુ તેઓએ તેને કારની નીચેથી નહીં કાઢી.
આ પછી અંજલિ કારની નીચે ફસાયેલી રહી, તેનું મોત થઈ ગયું અને કારમાં બેઠેલા આરોપી, તેને લગભગ 12 કિલોમીટર સુધી ઘસડતા રહ્યા.
આ એ આખો ઘટનાક્રમ છે, જેમાં અંજલિનું મોત, એક હિટ એન્ડ રન છે અથવા હત્યા...? આ સવાલમાં કેસના તાંતણા ઉલજેલા છે. આ આખી કહાનીમાં ઘણા પેંચ છે, જેને દિલ્હી પોલીસે ઉકેલવાનું છે. આવા અનેક સવાલો છે જે દિલ્હી પોલીસ માટે માથાનો દુખાવો બની રહ્યા છે.
- અંજલિ અને નીધીની મિત્રતા કેટલી ગાઢ હતી, બંને એકબીજાને ક્યારથી ઓળખતા હતા?
- અંજલિ અને નિધિની વચ્ચે હોટેલની અંદર કઈ બાબતે ઝઘડો થયો?
- હોટલની બહાર કયા મુદ્દે બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો?
- હોટલમાં પાર્ટી માટે ગયેલી બંને છોકરીઓ સાથે બીજું કોણ કોણ હતું?
- અંજલિના જણાવ્યા મુજબ, હોટલમાં પાર્ટી કરવા માટે છોકરાઓ આવ્યા હતા, પરંતુ તેઓ કોણ હતા?
- શું અંજલિ કે નિધિ, આરોપીઓમાંથી કોઈને ઓળખે છે?
- નિધિએ અકસ્માત બાદ પોલીસને જાણ કેમ નહીં કરી?
- બંને છોકરીઓનો પીછો કરનારા છોકરાઓ, શું આરોપી જ હતા, કે કોઈ બીજા?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp