મેયરની ચૂંટણીમાં ભાજપ લાગશે ઝટકો! SC બોલી-નામિત સભ્ય નહીં કરી શકે વોટ

PC: livelaw.in

દિલ્હીના મેયર ચૂંટણીના મુદ્દા પર શુક્રવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. સ્પષ્ટ છે કે ત્યાં સુધીમાં મેયરની ચૂંટણી નહીં કરાવી શકાય. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરી, જેને ભારતીય જનતા પાર્ટી (BJP) માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, નામિત સભ્ય મેયરની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે. આ સંબંધમાં કાયદો એકદમ સ્પષ્ટ છે અને તેનું ઉલ્લંધગ નહીં કરી શકાય.

પહેલા ગુરુવારે મેયરની ચૂંટણી માટે મતદાન થવાનું હતું, પરંતુ ઉપરાજ્યપાલ અને અન્ય લોકોએ જ્યારે તેને ટાળવા પર સહમતી દર્શાવી તો સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરવાની વાત કહી. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના વકીલોએ કહ્યું કે, મેયરની ચૂંટણીમાં નામિત સભ્યોને વોટ કરવાનો અધિકાર ન હોવો જોઈએ. તેના પેર ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડે કહ્યું કે, કાયદો એકદમ સ્પષ્ટ છે કે નામિત સભ્યોને વોટ આપવાનો અધિકાર નથી.

આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મેયરની ચૂંટણીને લઈને ખેચતાણ છે અને ઘણી વખત ચૂંટણી ટાળવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલને 16 ફેબ્રુ રોજ ચૂંટણી કરાવવા કહ્યું હતું, જેને તેમણે સ્વીકારી લીધું હતું. જો કે, હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જ ચૂંટણી થશે. આ અગાઉ 6 જાન્યુઆરી અને 24 જાન્યુઆરીના રોજ પણ કાઉન્સિલરોની મીટિંગ બોલાવવામાં આવી હતી, પરંતુ મેયરની ચૂંટણી માટે મતદાન ન થઈ શક્યું.

તેનું કારણ એ જ હતું કે ઉપરાજ્યપાલ તરફથી નામિત કરવામાં આવેલા 10 સભ્યોને વોટ કરવાની મંજૂરી આમ આદમી પાર્ટી વિરુદ્ધ હતી. તો ભાજપ આ કાઉન્સિલરોના સમર્થનમાં હતી. ઉપરાજ્યપાલ તરફથી આ નામિત સભ્યોને વોટિંગ કરવાની મંજૂર આપી હતી. જો કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી સંકેત મળ્યા છે કે તે પોતાના નિર્ણયમાં પણ નામિત સભ્યોને વોટિંગથી દૂર રાખવાની વાત કહી શકે છે. એમ થયું તો તે ભાજપ માટે ઝટકો હશે.

MCDની ચૂંટણી 4 ડિસેમ્બરે થઈ હતી, જ્યારે મતગણતરી 7 ડિસેમ્બરે થઈ હતી. 250 વૉર્ડમાંથી આમ આદમી પાર્ટીને 134 વોર્ડમાં જીત મળી હતી, તો ભાજપને 104, જ્યારે કોંગ્રેસને 9 વોર્ડમાં જીત મળી હતી. ચૂંટણીના પરિણામ આવ્યાના એક મહિના બાદ 6 જાન્યુઆરીના રોજ મેયરની ચૂંટણી માટે સદનની બેઠક બોલાવવામાં આવી હતી. એ દિવસે નોમિનેટ કાઉન્સિલરોને પહેલા શપથ અપાવવાના પિઠાસીન અધિકારીના નિર્ણયનો આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો, સદનમાં હોબાળો થયો અને પિઠાસીન અધિકારીએ સદનને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp