આ નગર પાલિકાનો નિર્ણયઃ ધર્મસ્થળો કે સ્મશાન ઘાટની પાસે માંસ વેચાશે નહીં

PC: BusinessStandard.com

દેશની રાજધાનીમાં કોઇપણ માંસની દુકાન ધાર્મિક સ્થળો કે સ્મશાન ઘાટથી ઓછામાં ઓછા 150 મીટર દૂર રહેશે. દિલ્હી નગર નિગમે 31 ઓક્ટોબરે સાંજે નવી નીતિ બહાર પાડી આ જાણકારી આપી છે. દિલ્હી નગર નિગમ(MCD)એ માંસની દુકાનો અને મીટ પ્રોસેસિંગ યૂનિટ્સને નવા લાયસન્સ આપવા અને તેના રિન્યૂઅલ માટે નવો પ્રસ્તાવ પાસ કર્યો છે.

સમાચાર એજન્સી ANI અનુસાર, MCDએ જણાવ્યું કે માંસની દુકાન અને મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, સ્મશાન ઘાટ કે કબ્રસ્તાન જેવા ધાર્મિક સ્થળોની વચ્ચે ઓછામાં ઓછું 150 મીટરનું અંતર હોવું જરૂરી છે. તો મસ્જિદોથી 150 મીટરનું અંતરની આ શરત માત્ર સૂવરના માંસની દુકાનો પર લાગૂ પડશે.

MCD સદનમાં થયેલી બેઠકમાં 31 ઓક્ટોબરે આની સાથે જ 54 પ્રસ્તાવો પાસ કરવામાં આવ્યા. જેમાં 5000 સફાઈ કર્મચારીઓને નિયમિત કરવા, સારા પ્રશિક્ષણ માટે MCD સ્કૂલોના પ્રિંસિપલોને ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓમાં મોકલવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. MCDમાં કુલ 58 પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આના માટે બધા સફાઈ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, MCDમાં 5000 સફાઈકર્મીઓને નિયમિત કરવાનો પ્રસ્તાવ આમ આદમી પાર્ટીએ પાસ કરી દીધો છે. અમે જે વાયદો કર્યો હતો તે પૂરો કર્યો. દિવાળી પર મળેલી આ શાનદાર ભેટ માટે નિયમિત થનારા દરેક સફાઈ કામદારો અને તેમના પરિજનોને ખૂબ ખૂબ શુભેચ્છા. મન લગાવીને દિલ્હીના લોકોની સેવા કરો. આપણે સાથે મળીને દિલ્હીને એક સ્વચ્છ અને સુંદર શહેર બનાવીશું.

ત્યાર બાદ દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે કહ્યું કે, સદનની બેઠકમાં આમ આદમી પાર્ટીની MCD સરકારે સર્વસંમત્તિથી દિલ્હીના નાગરિકો અને કર્મચારીઓના હિતમાં જરૂરી પ્રસ્તાવ પાસ કર્યા. સદનમાં લાવવામાં આવેલા બધા પ્રસ્તાવોથી દિલ્હીના નાગરિકો અને MCD કર્મચારીઓને મોટી રાહત મળશે.

તેમણે જણાવ્યું કે, દિલ્હીની સફાઈ વ્યવસ્થાને મજબૂત કરવા અને કચરાના પહાડોને હટાવવા માટે એક સમાંતર એજન્સી તૈનાત કરવાનો પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp