એક સાથે 6 અર્થી નિકળી, આખું ગામ હિબકે ચઢ્યું, શોકમાં ચૂલા બંધ

PC: navbharattimes.indiatimes.com

દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા  હતા. કાર અને બસ વચ્ચેની અથડામણમાં ત્રણ બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે, જ્યારે બે લોકોની હાલત ગંભીર છે. તમામ મૃતકો એક જ પરિવારના હતા અને ખાટુ શ્યામ જવા માટે મેરઠથી નીકળ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટેલાં લોકોની એક સાથે 6 અર્થી નિકળી ત્યારે આખું ગામ ડુસકે ભરાયું હતું. લોકોના આંસુ રોકાતા નહોતા. શોકમાં ગામના લોકોએ તેમના ચૂલા બંધ રાખ્યા હતા.

આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં નરેન્દ્ર યાદવ, અનિતા, દીપાંશુ યાદવ, હિમાંશુ, બબીતા યાદવ, પરીનો સમાવેશ થાય છે. જ્યારે આ અકસ્માતમાં ધર્મેન્દ્ર યાદવ અને કાર્તિકની હાલત નાજુક છે.

ઇંચોલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ધાનપુર ગામના રહેવાસી 85 વર્ષીય જયપાલ યાદવને એક પુત્રી અને ત્રણ પુત્રો હતા. મોટી પુત્રી માયા, પુત્રો જીતેન્દ્ર યાદવ, નરેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર યાદવ. ચારેય પરિણીત છે. પૈતૃક મકાનના એક ભાગમાં જીતેન્દ્ર તેના પરિવાર સાથે રહે છે, જ્યારે નરેન્દ્ર-ધર્મેન્દ્ર એક ભાગમાં સાથે રહે છે.

નરેન્દ્રનીતોહફાપુરમાં હાર્ડવેર અને ઇલેકટટ્રીકની દુકાન છે, જ્યારે જિતેન્દ્ર અને ધર્મેન્દ્ર ખેતી કરે છે. મંગળવારે સવારે સાડા ચાર વાદ્યે નરેન્દ્ર અને ધર્મેન્દ્રનો પરિવાર ખાટુ શ્યામ જવા માટે કારમાં નિકળ્યા હતા. જિતેન્દ્ર કારમાં ગયો નહોતો. જ્યારે પરિવારના અકસ્માતની ઘટનાની જિતેન્દ્રને જાણ થઇ તો એ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જિતેન્દ્રએ કહ્યું કે, કશું બચ્યું નથી, આખા પરિવારનો માળો વિખેરાઇ ગયો છે. તેણે કહ્યુ કે, નરેન્દ્ર અમારા પરિવારના મુખિયા હતા અને તેઓ જ આખા પરિવારની જવાબદારી સંભાળતા હતા.

મોડી રાત્રે મૃતદેહોને ઘરે લાવવામાં આવ્યા અને એ પછી જ્યારે સ્મશાનમાં લઇ જવાયા ત્યારે આખું ગામ ધ્રુસ્કે ચઢ્યું હતું. સ્માશાનમાં બે ચિતા બનાવવામાં આવી હતી. એક ચિતા પર નરેન્દ્ર, તેમની પત્ની અનિતા અને પુત્ર દીપાંશુના શબ હતા જ્યારે બીજી ચિતા પર ધર્મેન્દ્ર, તેમની પત્ની બબીતા અને પુત્રી વશિંકા અને નરેન્દ્રના પુત્ર હિંમાશુના શબ રાખવામાં આવ્યા હતા. બંને ચિતાને મુખાગ્નિ જિતેન્દ્રના મોટા પુત્ર પ્રિયાંશુએ આપી હતી.

3 હજારની વસ્તી ધરાવતા ઘનુપુરમાં મિશ્ર વસ્તી રહે છે. આ ગામમાં યાદવ, અનુસૂચિત જાતિ, મુસ્લિમ અને અન્ય સમાજના લોકો રહે છે. ઘટનાની જાણ થતા લોકોએ તેમના ઘરના ચૂલા બંધ કરી દીધા હતા.ગામના લોકોએ અર્થીનો સામાન અને ઇંધણની વ્યવસ્થા કરી હતી.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp